ચુંટણી પરિણામોને લઈને સટ્ટા બજાર ખુલ્યુ: જાણો બૂકીઓ કોને કેટલા આપી રહ્યા છે ભાવ??

296

ડાયમંડ ટાઈમ્સ

ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી અને રવિવારે યોજાવાની છે.જેનુ પરિણામ આગામી તારીખ 23 ફેબ્રુઆરી અને મંગળવારના રોજ આવી જવાનુ છે.પરંતુ જેમ જેમ ચુંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ તેના સંભવિત પરિણામોને લઈને રાજકારણમાં માહોલ ગરમ થતો જાય છે.ભાજપા- કોંગ્રેસની સાથે આ વર્ષે આમ આદમી પાર્ટી પણ આ જંગમા મેદાને આવતા ચુંટણીના પરિણામોને લઈને પરિણામની ચર્ચાઓએ ભારે જોર પકડ્યુ છે. દરમિયાન ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી,અપક્ષ સહીતના ઉમેદવારો ફાઈનલ થતા હવે બુકીઓએ સટ્ટા બજારને લઈને તમામ તૈયારીઓ પુર્ણ કરી લીધી હોવાના અહેવાલ છે.સટ્ટા બજારમા ગુજરાતની તમામ મહાનગર પાલિકાના ભાવો ખુલતાની સાથે જ સટ્ટો લગાડવા પંટરો પણ મેદાનમાં આવી ગયા હોવાના અખબારી અહેવાલો મળી રહ્યા છે.

ટોચના બુકીઓમાં મારફત મળતી વિગતો મુજબ ગુજરાતની 6 મહાનગર પાલિકાઓ પૈકી સુરત અને અમદાવાદમાં ભાજપાની રાહ મુશ્કેલ ભરી છે.ખાસ કરીને અમદાવાદ મહાનગર પાલિકા ભાજપા માટે વધુ કઠીન છે.તેની સરખામણીએ રાજકોટ,વડોદરા, ભાવનગર અને જામનગરમાં ભાજપ હોટ ફેવરીટ છે.ભાવનગર કોર્પોરેશન માટે ભાજપનો ભાવ માત્ર 35/37પૈસા ખૂલ્યો છે.એની સરખામણીએ કોંગ્રેસનો ભાવ 1 રૂપિયો 90 પૈસાથી 2 રૂપિયા સુધીનો છે.બુકીઓ રાજકોટ કોર્પોરેશન ભાજપને આપી રહ્યા છે.રાજકોટ કોર્પોરેશન માટે ભાજપનો ભાવ 50 પૈસાથી 53 પૈસા વચ્ચે ખુલ્યા છે.જ્યારે કોંગ્રેસનો ભાવ 1 રૂપિયો 60 પૈસાથી લઈ 1 રૂપિયો 70 પૈસા વચ્ચે છે. જામનગર કોર્પોરેશન માટે ભાજપનો ભાવ 42/44 પૈસા અને કોંગ્રેસનો 1.65થી 1.75 રૂપિયાનો ભાવ છે.બુકી બજારમાં સુરત મહાનગર પાલિકા માટે ભાજપનો ભાવ 85 થી 90 પૈસા તો કોંગ્રેસનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.75 પૈસાનો છે.

ભાજપા માટે સૌથી વધારે ખરાબ સ્થિતિ અમદાવાદમાં છે.અમદાવાદ કોર્પોરેશન માટે ભાજપનો ભાવ 1 રૂપિયો 50 પૈસા અને 1 રૂપિયો 60 પૈસા વચ્ચે ખૂલ્યા છે.જેની સરખામણીએ અમદાવાદમાં કોંગ્રેસનો ભાવ 65 થી 70 પૈસા ખુલ્યા છે.આ બાબત જોતા હાલ તો બુકીઓ અમદાવાદ કોર્પોરેશનમા જીત માટે કોંગ્રેસને હોટ ફેવરીટ માની રહ્યા છે.