રફની કીંમતો કંટ્રોલ કરવા અલરોઝાએ ઘડી ખાસ વ્યુહ રચના

951
FILE IMAGE

DIAMOND TIMES – રફ કંપની અલરોઝાએ ગત તારીખ 23-જુલાઇના રોજ રશિયન સરકાર હસ્તકની સંસ્થા ગોખરાન પાસેથી રફ હીરાના કુલ જથ્થા પૈકી અંદાજીત 70 ટકા રફના જથ્થાની ટેન્ડર દ્વારા ખરીદી કરી હતી.જેના કારણે રફ હીરાની સપ્લાય ચેઇનમાં જથ્થાની દ્રષ્ટ્રીએ 1 મિલિયન કેરેટ જ્યારે મુલ્યની દ્રષ્ટ્રી એ લગભગ 140 મિલિયન ડોલરની ઇન્વેન્ટરી આવી હતી.અલરોઝાના આ પગલાથી બજારમાં રફ હીરાની અછત થોડા અંશે દુર થતા રફ હીરાની કીંમતો 5 ટકા જેટલી ઘટી હતી.અલરોઝાના આ પગલાની સરાહના કરતા અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવે એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે ગોખરાનની રફ બજારમાં આવતા રફની કીંમતોને કંટ્રોલ કરવામાં મદદ મળી છે.

રફના પુરવઠાની તુલનાએ માંગ વધતા પાછલા છ મહીના દરમિયાન અલરોઝાના રફ હીરાના સૂચકાંકમાં 16 ટકાનો વધારો થયો હતો.ગત 30 જૂન સુધીમાં એલરોઝાના રફ હીરાનો જથ્થો 68 ટકા ઘટીને 8.4 મિલિયન કેરેટ થયો હતો.જે વર્ષ 2015 પછીનો સૌથી ઓછો જથ્થો છે.જેની તુલનાએ પાછલા કેટલાક મહિનાઓમાં માંગની સામે રફના પુરવઠાની ભારે તંગી રહી છે.વળી મોટી રફ ઉત્પાદક કંપનીઓને પ્રથમ ક્વાર્ટરમાં રફનો મોટા ભાગનો સ્ટોક ખાલી કરી દીધો છે . ગત જુલાઈ મહીનામાં અલરોઝાએ 318 મિલિયન ડોલરના રફ હીરાનું વેંચાણ કર્યુ હતુ.

રફ બજારમાં સટ્ટાનો માહોલ દુર કરવાનો અમારો પ્રયાસ : અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવ

રફ બજારમાં સટ્ટાનો માહોલ દુર કરવાનો પ્રયાસ અંગે પ્રતિભાવ આપતા અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવે કહ્યુ કે અલરોઝાએ નોંધ્યુ હતુ કે રફ હીરાની તંગીના પગલે સેકન્ડરી માર્કેટમાં સટ્ટાકીય પરિસ્થિતિ ઉભી થઈ હતી.હીરાનું મેન્યુફેકચરીંગ કરતી કંપનીઓ રફની તંગીના પગલે માલની કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હતા.આ પ્રકારની સટ્ટાકીય પરિસ્થિતીને નિવારવા રફ હીરાના જથ્થાને બજારમાં ઠાલવવાની જરૂર હતી.જેને ધ્યાનમાં રાખી અલરોઝાએ ગોખરાન પાસે રહેલા રફ હીરાના કુલ અનામત જથ્થા પૈકી આશરે 70 ટકા જેટલા જંગી માલની ખરીદી કરી તેને બજારમાં ઠાલવી હતી.ઉપરાંત હજુ આગામી સપ્ટેમ્બર મહીનામાં પણ અલરોઝા બીજી હરાજીમાં પણ ગોખરાન પાસેથી રફ હીરાની વધુ ખરીદી કરી તેને બજારમાં ઠાલવવાની અલરોઝાની યોજના છે.

વધુમાં અલરોઝાએ આગામી વર્ષ 2021માં રફ હીરાનું ઉત્પાદન 5 ટકા સુધી વધારી મહત્તમ 33 મિલિયન કેરેટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.રફની કીંમતો અંગે એગ્યુરીવ ઉમેર્યુ કે સેકન્ડરી-માર્કેટના ભાવોને સામાન્ય થવામાં થોડો સમય લાગશે.કારણ કે રફ અને પોલિશ્ડ હીરાની ડીમાન્ડ આ વર્ષના અંત સુધી મજબૂત રહેવાની પુરેપુરી શક્યતાઓ છે.આગામી સાઈટ અંગે તેમણે કહ્યુ કે આગામી સાઈટમાં રફ હીરાની કીંમતો સ્થિર રાખવાનો અમારો પ્રયાસ રહેશે.