દુબઈ સાથે હીરા કારોબાર કરતા વેપારીઓ માટે દુબઇમાં સ્પેશિયલ બેંક શરૂ કરવા ચક્રો ગતિમાન

1421

DIAMOND TIMES – અગ્રણી મીડીયા હાઉસ ગલ્ફ ન્યૂઝમાં છપાયેલા એક અહેવાલ મુજબ દુબઈની સાથે હીરાનો વ્યાપાર કરતા વિશ્વના હીરા કારોબારીઓ માટે દુબઇમાં સ્પેશિયલ બેંક સ્થાપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ અંગે દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC) ના અધ્યક્ષ અને સીઈઓ એહમદ બિન સુલેયેમે કહ્યું કે સુચિત બેંકની કામગીરી વિશે અત્યારે વાત કરવી ખુબ જ વહેલુ ગણાશે.પરંતુ હીરા કારોબારીઓને પડતી નાણાંની તરલતાની મુશ્કેલીઓને નિવારવા માટે નું આ એક વિચારાધિન પગલુ છે.તેમણે કહ્યું કે બેંકની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ દુબઈ સાથે હીરાનો વ્યવસાય કરતા સાહસિક વેપારીઓને દુબઈમાં જ લોનની સુવિધા આસાનીથી ઉપલબ્ધ કરાવવાનો છે.ઉલ્લેખનિય છે કે બેંકની સ્થાપના કરવા પાછળનો હેતુ દુબઈમાં હીરાના કારોબારને ઉત્તેજન આપવાનો છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ દુબઇ ડાયમંડ એક્સચેંજે ગત વર્ષે કોમોડિટીઝ ક્લસ્ટરમાં 19 રફ ડાયમંડ ટેન્ડર્સના આયોજન થકી અંદાજીત 25 બિલિયન અમેરીકી ડોલરના રફ હીરાનું ટ્રાન્જેક્શન કર્યુ હતુ. આ ઉપરાંત યુએઈમા આયોજીત સૌથી મોટા રફ ડાયમંડ ટેન્ડરમાં 379,912 કેરેટ રફ હીરાના વેંચાણ થકી 87.5 મિલિયન અમેરીકી ડોલરના રફ હીરાના ટ્રાન્જેક્શનનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષ દરમિયાન યુએઈમાં થયેલા રફ હીરાના કારોબારના આંકડાઓ પરથી આ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકને લક્ષમાં રાખીને બેંકની સ્થાપના આ દીશામાં એક નવી પહેલ છે.વળી બેન્કરોએ પણ હીરા ઉદ્યોગ અંગે અભ્યાસ કર્યા છે. દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર( DMCC) ના અધ્યક્ષ અને સીઈઓ એમ સુલેયેમે કહ્યુ હતુ કે હીરા ઉદ્યોગને લોન આપવા માટે બેંકની સ્થાપના કરી ધિરાણ આપવાની કામગીરી અગાઉના સમયની સરખામણીએ બહુ પારદર્શક છે. તેમણે બેંકની સ્થાપના બાબત મક્ક્મ નિર્ધાર વ્યકત કરતા કહ્યુ કે હુ અપેક્ષા રાખુ છુ કે ક્રિપ્ટો વર્લ્ડમાંથી પણ કોઈ નાણાં પૂરા પાડશે,પરંતુ બેંકની સ્થાપના તો થશે જ…