સ્પાર્કલનુ ભવ્ય સમાપન : કરોડોનો બિઝનેસ મળવાની આશા

191

ડાયમંડ ટાઇમ્સ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ ર૦, ર૧ અને રર ફેબ્રુઆરી ર૦ર૧ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું આજે ભવ્ય સમાપન થયું હતું.ભારતના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, કોચી, ક્રિશુર, ત્રિવેન્દ્રમ, મલપ્પુરમ, કાલીકટ, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું મોટાપાયા ઉપર કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના મોટા ચેનલ સ્ટોરના સંચાલકો તથા બાયર્સેએ સુરત સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આ સર્વે બાયર્સને બિઝનેસ માટે હેન્ડમેડ, લાઇટવેટ, ટેમ્પલ, કલોઝસેટીંગ, વેસ્ટર્ન અને બ્રાઇડલ જેવી તમામ પ્રકારની જવેલરી આ પ્રદર્શનમાં મળી રહી હતી.

 

ત્રણ દીવસ દરમિયાન દેશ– વિદેશના કુલ ૭૪૪૦ ખરીદદારો સ્પાર્કલમાં અદ્ભુત ડીઝાઈન અને અનેરી કલાના સંગમ સમાન સુરતના ઝવેરીઓ દ્વારા ઉત્પાદીત ઉત્કૃષ્ટ આભુષણોને નિહાળી અભિભુત થયા હતા.

એકઝીબીટર્સને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો : દીનેશ નાવડીયા

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ કહ્યુ કે ત્રિદિવસીય એકઝીબિશનમાં વિદેશી અને દેશભરના વિવિધ રાજ્યોમાનાં ખરીદદારોએ સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આ વખતે અમેરિકા, દુબઇ, સાઉથ આફ્રિકા અને નેપાળથી પણ બાયર્સ સ્પાર્કલની મુલાકાતે આવતા એકઝીબિટર્સને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.જેથી એકઝીબિટર્સએ અત્યારથી જ આગામી વર્ષેમાં પણ બીટુબીના ધોરણે જ આયોજનમાં સહભાગી થવાની તૈયારી દર્શાવી હતી.આજે પ્રદર્શનના અંતિમ દિવસે ૧ર૯૦ જેટલા બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.આમ ત્રણ દિવસ દરમિયાન કુલ ૭૪૪૦ એકચ્યુલ બાયર્સે એકઝીબીશનની મુલાકાત લેતા એકઝીબીટર્સને ખૂબ જ સારો બિઝનેસ મળવાની આશા છે.