DIAMOND TIMES– વર્તમાન સમયમા સુરતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.કોરોનાના કારણે અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.આવી વિકટ સ્થિતિને નિવારવા અને કોરોનાની ચેઇન તોડવા માત્ર સ્વૈચ્છિક લોકડાઉન જ એક આખરી ઉપાય રહ્યો છે.આવી સ્થિતિ વચ્ચે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ દીનેશભાઈ નાવડીયાએ બ્રેક ધ ચેઈન અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ બે દીવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવા સુરતની જનતા અને કારોબારીઓને અપીલ કરી છે.
બીજી તરફ સુરતમાં સુરતમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે વેપારીઓને અપીલ કરતા સોસિયલ મીડીયામા કેટલાક સંવેદનશીલ મેસેજ ફરતા થયા છે.
મેસેજ – 1
ગુજરાતનાં મોટાભાગના શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન થવા લાગ્યા છે.ખૂબ ખૂબ અભિનંદન…
>ત્યારે શું સુરતનાં વેપારીઓ અને જનતાને આ રીતે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો વિચાર નહીં આવતો હોય ?
> શું સુરત ફક્ત ૧૦ દિવસ લોકડાઉન કરશે તો બરબાદ થઈ જશે ?
> ભાઈ સુરતની સલામતી માટે ફક્ત ૧૦ દિવસ લોકડાઉન કરવાથી તમે જાણો જ છો કે સેંકડો લોકો કોરોના સંક્રમણ થી બચી જશે
> હોસ્પિટલોનું ભારણ ઘટી જશે.દર્દીઓ ઓછા થશે તો હાલમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેઓને પુરેપુરી સુવિધાઓ સાથે સારવાર મળશે
> જરૂરિયાત મુજબ પર્યાપ્ત માત્રામાં ઑક્સિજન ઈન્જેક્શન વેન્ટિલેટર વગેરે આસાનીથી ઉપલબ્ધ થશે
> ખૂબજ ઝડપથી સુરતનાં નાગરિકોના સ્વજનો સ્વસ્થ થઈ પોતાનાં ઘરે જશે અકાળે મૃત્યુદર ઘટશે, સ્મશાનોમાં જનારાઓની સંખ્યા ઘટી જશે…
🙏🏻 મિત્રો સુરતનો ઈતિહાસ સાક્ષી છે કે ભૂતકાળમાં અનેક વિકટ સમસ્યાઓ સામે આપણે સૌએ અડીખમ રહી સંયમ રાખીને સમસ્યાઓને હરાવી છે. તો શું આટલું ના કરી શકાય ?
🙏🏻 તો આપણે આખા સુરતને વિનમ્ર અને સંવેદનશીલ અપીલ કરીએ કે હે સુરતવાસીઓ થોડા દિવસ સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપો અને સુરતને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરો
🙏🏻🌹 વંદે સલામત _ સુરક્ષિત સુરત 🌹🙏🏻
મેસેજ – 2 મુકેશભાઈ અંબાણી પાછલા એક મહીનાથી સહપરિવાર જામનગર રહેવા ચાલ્યા ગયા છે : સમાચાર
આ સમાચારને ટાંકીને લોકોને અપીલ કરતા સોસિયલ મીડીયામાં વહેતા થયેલા સંદેશમાં કહેવામાં આવ્યુ છે કે જો તમારે મુકેશભાઈ અંબાણીની સરખામણીએ વધુ કામ રહેતુ હોય તો જ ઘરની બહાર નિકળજો…
મેસેજ – 3 ન્યુયોર્કમાં રસ્તા પર ઉડ્યા નાણા ,જુઓ વિડીયો
ન્યૂયૉર્કમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયુ, આ વ્યક્તિએ તેમના મિત્રને સોંપેલા વસિયત નામામાં ઉલ્લેખ કર્યો હતો કે મારા મોત પછી તમામ નાણા જાહેરમાર્ગ પર ફેંકી દેવામાં આવે, મોતને ભેટેલા દોસ્તની આખરી ઇચ્છા પુર્ણ કરવા તેમના મિત્રોએ તમામ પૈસા આ વિડીયોમા બતાવ્યા મુજબ જાહેર માર્ગ પર ઉડાડી વિશ્વને સંદેશ આપ્યો હતો કે સ્વાસ્થ્યની તુલનામાં દોલતનું કોઇ જ મુલ્ય નથી.જો કે સોસિયલ મીડીયામા વાયરલ થયેલો વિડીયો સાચો છે એ બાબત ડાયમંડ ટાઇમ્સ કોઇ પૃષ્ટિ નથી કરત કે તે સાચો હોવાનો દાવો પણ નથી કરતુ,પરંતુ માત્ર સોસિયલ મીડીયાને આધાર બનાવી વહેતા થયેલા આ સંદેશને આપના સુધી પહોંચાડી રહ્યુ છે.