સ્માઇલિંગ રોકસ કંપનીના આ સમાચાર રેલાવશે લેબગ્રોન કારોબારીઓના મુખ પર ખુશીનું સ્માઈલ !

અમેરીકાની એક કંપનીએ પ્રભાવશાળી પુરૂષો માટે ખાસ લેબગ્રોન ’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ કલેક્શન લોંચ કર્યુ છે.તેમા સહુથી મહત્વની બાબત તો એ છે કે આ ’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ કલેક્શનમાં જડવામાં આવેલા દરેક લેબગ્રોન હીરાની ઓળખ માટે લેસર માર્ક દ્વારા બ્રાન્ડ અને લોગો કોતરવામાં આવ્યા છે. જેની મદદથી ગ્રાહકો પારદર્શક રીતે લેબગ્રોન હીરાની ઉત્પત્તિ અંગે માહીતગાર થઈ શકશે.આ પ્રકારનો યુનિક આઈડીયાની વિશ્વમાં પ્રથમ વખત રજુઆત છે.

DIAMOND TIMES – અમેરીકાની સ્માઇલિંગ રોકસ કંપનીએ પ્રભાવશાળી પુરૂષો માટે ખાસ લેબગ્રોન ’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ લેટેસ્ટ કલેક્શન લોંચ કરી લેબગ્રોન હીરાના ઉત્પાદકો અને કારોબારીઓના મુખ પર સ્માઈલ રેલાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.અમેરીકાની સ્માઇલિંગ રોકસ કંપનીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે અમારી કંપનીએ મેન્સ એન્ગેજમેન્ટ રિંગની પ્રથમ વખત રજુઆત કરી છે.’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ ખાસ કલેકશનમાં પ્રભાવશાળી પુરૂષોનું ઘરેણાં સાથેના જોડાણની રજુઆત છે.

પુરુષોની એંગેજમેન્ટ રિંગ્સ ડિઝાઇનને અન્ડર-એક્સપ્લોર કરવામાં આવી રહી હતી.તેમા પરિવર્તન લાવવાનો પ્રયાસ

સ્માઇલિંગ રોકસ કંપનીના CEO અને સહ-સ્થાપક ઝુલુ ઘેવરિયાએ કહ્યુ કે લેબગ્રોન હીરા જડીત ’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ કલેકશનમાં અનેરૂઆકર્ષણ જમાવતી વિવિધ ડીઝાઈન ધરાવતી અલગ અલગ 6 ક્લાસિક રિંગ્સ છે. જેમા એસ્ચર રિંગ,સ્લિમ એમેરાલ્ડ રિંગ,સ્પાર્કલ રિંગ  , ઓકટાગોન રિંગ,સ્ક્વેર રિંગ અને ડોમ રિંગનો સમાવેશ થાય છે.14 અને 18 કેરેટ સોનાની તેમજ પ્લેટિનમની વીંટીઓમાં 1 થી 3 કેરેટ વજનના લેબગ્રોન હીરા જડવામાં આવ્યા છે.જે સગાઈ રીંગ્સની કેટેગરીમાં એકદમ સસ્તું લક્ઝરી કલેક્શન છે.

ઘેવરિયાએ ઉમેર્યુ કે આ યુનિક મેન કલેક્શન સમગ્ર વિશ્વના દેશોમાં સ્માઇલિંગ રોકસ રિટેલ પાર્ટનર્સ ચેઈન મારફત લોંચ કરવામાં આવ્યું છે.સહુથી મહત્વની બાબત તો એ છે કે આ ’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ કલેક્શનમાં જડવામાં આવેલા દરેક લેબગ્રોન હીરાની ઓળખ માટે લેસર માર્ક દ્વારા બ્રાન્ડ અને લોગો કોતરવામાં આવ્યા છે.જેની મદદથી ગ્રાહકો પારદર્શક રીતે લેબગ્રોન હીરાની ઉત્પત્તિ અંગે માહીતગાર થઈ શકશે.

અમે લેબગ્રોન હીરા જડીત ’મેન્સ એન્ગેજમેન્ટ સોલિટેર રિંગ્સ’ કલેક્શનની બ્રાન્ડ રજુ કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ. અત્યાર સુધી સ્માઇલિંગ રોક્સે પુરુષોની રુચિ અને વ્યક્તિત્વને અનુરૂપ યોગ્ય ડિઝાઇન અને આકાર સાથે બોલ્ડ ડાયમંડ સાઈઝનો ઉપયોગ કરીને આ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા એક મજબૂત પગલું ભર્યું છે.આ એક નવો ટ્રેન્ડ છે,જેને અમારા રિટેઈલર ભાગીદારોની મદદથી વૈશ્વિક બજારમાં વિસ્તારવાં માંગીએ છીએ.ઉદ્યોગમાં અમારા તમામ છૂટક ભાગીદારો સાથે પુરુષોની લાઇન રજૂ કરવા માટે સેટ કરી રહ્યા છીએ.