DIAMOND TIMES – ભારત સરકાર દ્વારા જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યા બાદ BIS પ્રમાણિત જ્વેલર્સની સંખ્યા ત્રણ ગણી વધી છે.નવેમ્બરના મધ્ય સુધી બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)માં નોંધણી કરાવનારા જ્વેલર્સની સંખ્યામાં 187%નો વધારો થયો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ડેટા અનુસાર BIS પ્રમાણિત જ્વેલર્સની સંખ્યા જૂનમાં 43153 હતી,જે 15 નવેમ્બર સુધીમાં વધીને 1,24,034 થઈ ગઈ છે.જ્યારે તેને તુલનાએ એસેઇંગ અને હોલમાર્કિંગ સેન્ટર્સ (AHCs)ની સંખ્યા 948થી વધીને 978 થઈ છે.
હોલમાર્કિંગને ફરજિયાત બનાવવાની અસર રિટેલ ઉદ્યોગમાં પણ જોવા મળી છે.કારણ કે હવે સોનાની જ્વેલરી ખરીદવા માં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે.GJEPCના ચેરમેન કોલિન શાહના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં જ્વેલર્સે BIS રજિસ્ટ્રેશન કરાવ્યું છે.1 જુલાઈથી 15 નવેમ્બર દરમિયાન કુલ 3.89 કરોડ જ્વેલરીનું હોલ માર્કિંગ થયું છે.
એસેઈંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ દ્વારા ટેક્નોલોજી અપગ્રેડ કરવામાં આવતાં જ્વેલરી હોલમાર્ક માટે લાગતો સમય 63 ટકા ઘટ્યો છે.અગાઉ જૂલાઈમાં જ્વેલરીને હોલમાર્ક કરવા પાછળ 96 કલાકનો સમય થતો હતો.જે નવેમ્બરમાં ઘટી 36 કલાક થયો છે. એએચસીના સોફ્ટવેરમાં બારકોડ્સનો ઉપયોગ સહિત ઓટોમેશન મોડ્યુલ અમલી બનાવતા કામની પદ્ધતિ સરળ બની છે.
ભારતમાં અંદાજિત 4 લાખથી વધુ જ્વેલર્સ છે. જેમાંથી જૂન સુધીમાં માત્ર 35879 જ્વેલર્સ બીઆઈએસ પ્રમાણિત છે. ભારત વાર્ષિક 800 ટન ગોલ્ડની આયાત કરે છે. માત્ર 40થી 50 ટકા ગોલ્ડ જ્વેલરીનું હોલમાર્કિંગ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં એસેઈંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સની સંખ્યા 454 સામે 25 ટકા વધી 945 થઈ છે. જેમાં 84 સેન્ટર્સ સરકારી સબસિડી સ્કીમ અંતર્ગત સ્થાપિત થયાં હતાં.