કતારગામ પટેલ સમાજની વાડી ખાતે મળેલી સુરત લેબગ્રોન ડાયમંડ એસો.ની બેઠકમાં હીરા ઉદ્યોગના અગ્રણીઓ શ્રી વલ્લભભાઈ લાખાણી (કીરણ જેમ્સ), ભવાની જેમ્સના શ્રી મનજીભાઈ ધોળકીયા, શ્રી કિશોરભાઈ વિરાણી, શ્રી મનોજભાઈ ગોધાણી સહીતના અનેક મહાનુભાવો અને લેબગ્રોનના કારોબાર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોની વિશાળ પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે સુરત લેબગ્રોન ડાયમંડના પ્રમુખપદ્દે બાબુભાઈ વાઘાણી (કાકા), ઉપપ્રમુખ પદ્દે હરેશભાઈ નારોલા સહીતના હોદ્દેદારોની થઈ વરણી, જ્યારે સમગ્ર બેઠકનું સફળ સંચાલન ભંડેરી લેબગ્રોન ડાયમંડનાના સીઈઓ ડો. સ્નેહલ પટેલે સંભાળ્યુ હતુ.
DIAMOND TIMES –કુદરતી હીરાની સાથે સુરત હવે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રમાં મક્કમતા થી પ્રગતિ કરી રહ્યુ છે.વૈશ્વિક અહેવાલ મુજબ આગામી ગણતરીના વર્ષોમાં સુરત લેબગ્રોનના ઉત્પાદનમાં વિશ્વ ચેમ્પિયન બને તેવા તમામ ઉજળા સંજોગો છે.આ બાબતને ધ્યાનમાં રાખી સમયની જરૂરીયાત મુજબ લેબગ્રોન ઉત્પાદકો, ટ્રેડર્સ અને કારોબારીઓ સહીત સહુના સહિયારા પ્રયાસથી લેબગ્રોન ડાયમંડ એસોસિયેસનની રચના કરવામાં આવી છે.જેને અનુલક્ષીને શ્રી સમસ્ત પાટીદાર સમાજની વાડી,આંબા તલાવડી, કતારગામ ખાતે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની નિમણુંકની સાથે ઉદ્યોગના પ્રમોશન માટે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ અને મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.આ લખાઈ રહ્યુ છે ત્યારે બેઠક હજુ પણ ચાલુ છે.
આત્મનિર્ભર ભારતના મિશનને સાકાર કરવા લેબગ્રોન ઉદ્યોગ સંકલ્પ બધ્ધ
લેબગ્રોનના ભવિષ્ય અંગે સુરત લેબગ્રોન ડાયમંડ એસો.ના પ્રમુખશ્રી બાબુભાઈ વાઘાણી (કાકા) એ નિવેદન આપતા કહ્યુ કે સુરતમાં લેબગ્રોનનું ઉત્પાદન,રફ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટે મેન્યુફેકચરીંગ ટ્રેડીંગ અને નિકાસ ઝડપથી વધી રહી છે.આ સેક્ટરની ઝડપી વૃદ્ધિને જોતા વિપુલ પ્રમાણમાં રોજગારીની પણ તકો ઉપલબ્ધ થવાની છે.આ બાબત ને લક્ષમાં રાખી આ સંગઠનની રચના કરવામાં આવી છે.સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય લેબગ્રોન ઉદ્યોગની વિવિધ સમસ્યાઓને લાગતા વળગતા સરકારી વિભાગોમાં અસરકારક રીતે રજુઆત કરી તેનું નિવારણ લાવવાનો તેમજ લેબગ્રોનનું પ્રમોશન કરવાનો છે.અમારી મહેચ્છા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન ન્યુ ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારતન સ્વપ્નને સાકાર કરવાનું છે.