લેબગ્રોન હીરા-ઝવેરાતના પ્રમોશન માટે સુરત લેબગ્રોન ડાયમંડ એસો. વિદેશમાં ચલાવશે વિશેષ અભિયાન

16
વડાપ્રધાને હીરા-ઝવેરાતની નિકાસ વધારવા ઉદ્યોગકારોને હાંકલ કરી છે.તો બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની માંગ ‌વધી રહી હોવાથી અમને તેમાં વિપુલ તક દેખાઈ રહી છે.આ તકને ઝડપી લેવા સુરતની લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝે પણ લેબગ્રોન હીરા-ઝવેરાતના પ્રચાર-પ્રસાર માટે વિદેશમાં વિશેષ અભિયાન ચલાવાનો સામુહીક નિર્ણય લીધો છે : સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન (SLDA) ના પ્રમુખ બાબુભાઈ વાઘાણી

DIAMOND TIMES- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝવેરાત ઉદ્યોગને વાર્ષિક ચાર લાખ કરોડની નિકાસનો લક્ષ્યાંક આપ્યો છે. તેને પુર્ણ કરવા જીજેઇપીસી સહીત તમામ સહભાગી સંસ્થાઓ સંકલ્પ બધ્ધ બની છે.ત્યારે આ કાર્યમાં સહભાગી થવાનો અમારો પણ મજબુત ઇરાદો છે.સુરતની લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝે પણ લેબગ્રોન હીરા-ઝવેરાતના પ્રચાર-પ્રસાર માટે એક વિશેષ અભિયાન ચલાવાનો સામુહીક નિર્ણય લીધો છે.અમને આશા અને અપેક્ષા છે કે આ કાર્યમાં અમને સરકારનો પણ ઉમદા સહયોગ પ્રાપ્ત થશે.આ મુજબનું નિવેદન સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ ડાયમંડ ટાઈમ્સને આપ્યુ હતુ.

સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન (SLDA)ના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ કહ્યુ કે કુદરતી હીરા જડીત જ્વેલરીની તુલનાએ લેબગ્રોન જ્વેલરી સસ્તી પડતી હોવાથી સામાન્ય આર્થિક પરિસ્થિતી ધરાવતા પરિવાર પણ તેની ખરીદી કરી શકે છે.અગાઉના સમયમાં હીરા કે હીરા જડીત જ્વેલરી માત્ર રાજા-રજવાડાઓ કે શ્રીમંતો જ ખરીદી શકતા હતા.પરંતુ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થતા હવે તે સબ કે લિયે સર્વ સામાન્ય બન્યા એ એક ખુબ મોટી સિધ્ધી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય પણ લેબગ્રોન હીરાને સર્વ સામાન્ય બનાવવાનો છે.હુ માનુ છુ કે હીરા માત્ર કાયમ માટે નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ.

બાબુકાકાએ ઉમેર્યુ કે એક તરફ વડાપ્રધાને હીરા-ઝવેરાતની નિકાસ વધારવા ઉદ્યોગકારોને હાંકલ કરી છે.તો બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની માંગ ‌વધી રહી હોવાથી અમને તેમાં વિપુલ તક દેખાઈ રહી છે.આ તકને ઝડપી લેવા સુરતની લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝે પણ લેબગ્રોન હીરા-ઝવેરાતના પ્રચાર-પ્રસાર માટે એક વિશેષ અભિયાન ચલાવાનો સામુહીક નિર્ણય લીધો છે.જેના ભાગ રૂપે વિદેશમાં રોડ-શો કરવાનો અમારો ઉદ્દેશ્ય છે.જેના માટે અમો કુશળ અને કાબેલ લોકોનું એક પ્રતિનિધી મંડળ બનાવવાના છીએ.આ પ્રતિનિધી મંડળ ચીન,હોંગકોંગ,દુબઈ સહીત એશિયાના વિવિધ દેશોમાં જઈને લેબગ્રોન હીરા-ઝવેરાતનું પ્રમોશન કરશે.આ કાર્યમાં જે તે દેશની ટીવી ચેનલ,સ્થાનિક અખબાર,પબ્લીસીટી એજન્સીઓ,સોસિયલ મીડીયા પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવશે.

સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના જ્વેલરી પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ્ય : સુરત લેબગ્રોન ડાયમંડ એસો.ના ઉપપ્રમુખ હરેશભાઈ નારોલા

સુરત લેબગ્રોન ડાયમંડ એસો.ના ઉપપ્રમુખ હરેશભાઈ નારોલાએ કહ્યુ કે અમેરીકા લેબગ્રોન હીરાનું સહુથી મોટુ બજાર બની ગયુ છે.અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોના સામાન્ય આર્થિક પરીસ્થિતિ ધરાવતા પરિવારો સહીત શ્રીમંતો પણ લેબગ્રોન જ્વેલરીની ધુમ ખરીદી કરી રહ્યા છે.આ બાબત જોતા અમને લેબગ્રોન હીરા-ઝવેરાતના કારોબારમાં વિપુલ તકો દેખાઈ રહી છે.આ તકને ઝડપી લઈને તેનો અમો જંગી ફાયદો ઉઠાવવા માંગીએ છીએ.

આ માટે અમો સુરતમાં માંગીએ છીએ.આ ઉપરાંત સુરતમાં લેબગ્રોન હીરા અને ઝવેરાતનું ઓકશન કરવાનું પણ આયોજન કરી રહ્યાં છીએ.તેમણે ઉમેર્યુ કે તાજેતરમાં જ જીજેઇપીસીની નવરત્ન ગેલેરીમા આયોજીત થયેલા ઓકશનને જંગી પ્રતિસાદ મળતા આ બાબતે અમો અત્યંત ઉત્સાહીત છીએ.વળી સોનામાં સુગંધ ભળે તેવી બાબત તો એ છે કે નવનિર્મિત્ત સુરત ડાયમંડ બુર્સમાં વિશાળ ઓક્શન હાઉસ તૈયાર કરવાનું જીજેઇપીસીનું આયોજન છે.જેનો પણ લાભ મળવાનો છે.