દક્ષિણ આફ્રિકાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હીરાનું ગેરકાયદે ખાણકામ કરતા છ શંકાસ્પદ ઠાર

58

DIAMOND TIMES- દક્ષિણ આફ્રિકાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હીરાની ખાણની સુરક્ષા કરતા સુરક્ષાદળોએ પર કુખ્યાત ‘ઝામા જમાસ’ ગેંગના સભ્યોએ સામુહિક હુમલો કરતા સુરક્ષાદળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં છ શંકાસ્પદ ઠાર થયા છે.જ્યારે 35 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર સબાતા મોક્ગવાબોને માઇનિંગ વીકલી અખબારને આપેલી માહીતી મુજબ દક્ષિણ આફ્રિકા ના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી રફ હીરાની ખાણમાં ‘ઝામા જમાસ’ ગેંગના 300 જેટલા  કુખ્યાત ગુંડાઓએ ટનલ બનાવી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.જ્યારે ગેંગના કેટલાક સભ્યો ખાણમાં ગેરકાયદે પ્રવેશ કરનારા માટે ભોજન અને પાણીનો પુરવઠો પહોંચાડવાની ચોરી છુપીથી કામગીરી કરી રહ્યા હતા.

આ હલચલ સુરક્ષા જવાનોના ધ્યાને આવતા સુરક્ષાદળોએ તેઓને અટકાવ્યા હતા.જેથી તેઓએ ઉશ્કેરાઈ જઈને સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો.જેથી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહી દરમિયાન થયેલા ગોળીબાર માં છ શંકાસ્પદ ઠાર થયા હતા.ત્યારબાદ આ ગંભીર ઘટનાની જાણ સ્વતંત્ર પોલીસ તપાસ નિર્દેશાલય (IPID)ને કરવામાં આવી હતી.