સિલિકોન વેલી, સિગ્નેચર પછી અમેરીકાને ત્રીજો ઝાટકો : વધુ એક બેંકની હાલત ખરાબ

142

DIAMOND TIMES : અમેરિકામાં બેન્કિંગ સેક્ટરમાં ઉથલપાથલ શાંત થવાનું નામ નથી લઈ રહી. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકના ડૂબ્યા બાદ દેશની ત્રીજી બેંક પણ એક સપ્તાહમાં ડૂબવાના આરે છે. અમેરિકામાં ડૂબતી બેંકોમાં સિલીકોન વેલી પછી સિગ્નેચર બેંક બીજી સૌથી મોટી બેંક હતી.

સિલિકોન વેલી બેંકના ડૂબવાની અસર ફર્સ્ટ રિપબ્લિક બેંક પર પણ જોવા મળી રહી છે. બેંકની હાલત ખરાબ છે. સોમવારે બેંકનો શેર ફરી એકવાર 60 ટકા ઘટ્યો હતો. આ સ્થિતિમાં 27 ટકા લોકોનું માનવું છે કે આગામી સપ્તાહમાં ફેડ દરોમાં વધારો કરવામાં આવશે નહીં. સાન ફ્રાન્સિસ્કોની બેંકે રવિવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે JP મોર્ગન ચેઝ એન્ડ કંપની બેંકને નાણાકીય મદદ પૂરી પાડી શકે છે. જેના કારણે બેંક તેની લિક્વિડિટી જાળવી શકશે. જોકે અમેરિકન સત્તાવાળાઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ગ્રાહકોની દરેક જરૂરિયાત પૂરી કરવાનો પ્રયાસ કરશે.