હીરા અને ઝવેરાતના મોટા બજાર તરીકે મજબુતીથી ઉભરી રહેલા ચીનમાં સરકારની અનુકૂળ ટેક્સ નીતિથી રફ ડાયમંડની આયાતમાં પણ 100 ટકાની વૃદ્ધિ
DIAMOND TIMES – શાંઘાઇ ડાયમંડ એક્સચેંજ (એસડીઈ)ના રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ-2021 ના પ્રથમ છ માસિક ગાળામાં ચીનની પોલિશ્ડ હીરાની આયાતમાં મોટો ઉછાળો આવ્યો છે.શાંઘાઈ ડાયમંડ એક્સચેંજ (એસડીઇ) અનુસાર હીરાના વેપારમાં આવેલા ઉછાળો એ સ્પષ્ટતા પ્રદાન કરે છે કે ચાઇનાનો હીરા બજાર રોગચાળાના ભરડામાથી બહાર નીકળીને વૃદ્ધિ સાથે ફરીથી પાટા પર ચડી ગયો છે.

શાંઘાઇ ડાયમંડ એક્સચેંજ પ્રમુખ અને વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લિન કિયાંગે કહ્યુ કે ચાઇનાના અર્થતંત્રની ઝડપી પુન: રિકવરીથી હીરાની આયાતમાં વધારો થયો છે.શાંઘાઈ ડાયમંડ એક્સચેંજ ચીનમાં આયાત કરેલા હીરાની દેખરેખ સુધાર માટે સરકારને મદદ કરવા એક મંચ પૂરો પાડ્યો છે.જેથી ચીનના હીરા બજારની તંદુરસ્ત અને ટકાઉ વૃદ્ધિની સંભાવનાઓ વધી છે. કારોબારીઓને અનુકૂળ ટેક્સ નીતિથી રફ ડાયમંડની આયાતમાં લગભગ 100 ટકા વૃદ્ધિ નોંધાવી છે.એસડીઇ સભ્યોની કુલ સંખ્યા 382 થઈ છે જે પૈકી 210 વિદેશી કંપનીઓ છે.
જાન્યુઆરીથી જૂન 2021 દરમિયાન શાંઘાઇ ડાયમંડ એક્સચેંજમાં 3.821 બિલિયન ડોલરના હીરાના કારોબાર નોંધાયા છે. જે ગત વર્ષ 2019ની તુલનાએ 86.39 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.જ્યારે પોલિશ્ડ આયાત 1.520 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.જે ગત વર્ષ 2020 ની વાર્ષિક આયાત કરતાં 49.24 ટકા વધી છે. ઉલ્લેખનિય છે કે શાંઘાઇ ડાયમંડ એક્સચેંજની સ્થાપના પછી હીરાની આયાતને લઈને વર્ષ 2018 માં વાર્ષિક વૃદ્ધિ દર 26 ટકાના ઐતિહાસિક સ્તરે રહ્યો છે.પરંતુ ચાલુ વર્ષેની પોલોશ્ડ હીરાની આયાત 2018 ના વર્ષમાં થયેલી 2.78 અબજ ડોલરના રેકોર્ડના ઉચ્ચ સ્તરને વટાવી લે તેવી સંભાવના છે.
વર્ષ 2019ની મંદી અને 2020માં કોવિડ -19 રોગચાળાને લીધે ચીનની હીરાની આયાતમાં પાછલા બે વર્ષમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો.પરંતુ ચાલુ વર્ષેની પોલોશ્ડ હીરાની આયાત હીરાના કારોબારમાં મજબૂત બાઉન્સ સૂચવે છે.મેક્રો-ઇકોનોમીના ફંડામેન્ટલ્સ સ્થિર હોવાને કારણે ચાઇનાનું હીરા બજાર લાંબા ગાળાની વૃદ્ધિ જાળવવા સક્ષમ હોવાનું શાંઘાઇ ડાયમંડ એક્સચેંજનું મંતવ્ય છે.
2021 ના પહેલા ક્વાર્ટરમાં ચીનનો જીડીપી 18.3 ટકાના દરે વધ્યો છે.જે ચીનની ઐતિહાસિક સૌથી વધુ ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર છે. 2020માં કોરોના મહામારી વચ્ચે પણ ચીનની વાર્ષિક જીડીપી વૃદ્ધિમાં 54.3 ટકા છે.ચીનના અર્થતંત્રમાં ભવિષ્યમાં વિકાસ દર જળવાઈ રહેવાના અંદાજ વચ્ચે હીરા બજારમાં ઇચ્છનીય વૃદ્ધિની સંભાવનાઓ છે.