જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 12.73 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ

943

ભારતની નિકાસકાર ગોલ્ડ જ્વેલરી કંપનીઓને ડ્યુટી ફ્રી સોનાના પુરવઠાની ઉભી થયેલી તીવ્ર તંગી ઘટેલી નિકાસ માટે જવાબદાર છે.આ સમસ્યાના પગલે સોનાની ઝવેરાતની નિકાસ પર ગંભીર અસર થતા નિકાસમાં 60 ટકાનું જંગી ગાબડુ પડ્યુ છે : કોલિન શાહ

DIAMOND TIMES – કોરોના મહામારીના સંક્રમણને રોકવા લાદેલા લોકડાઉનના કારણે સમગ્ર વિશ્વ થંભી જતા અનેક ઉદ્યોગોના પરિણામ પર નકારાત્મક અસર પડી છે.જેમા ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પણ સામેલ હતો.જો કે લોકડાઉનની સમાપ્તિ પછી જેમ એન્ડ જ્વેલરીના વૈશ્વિક કારોબારમાં અકલ્પનિય રીતે રીકવરી આવતા સમગ્ર વિશ્વ સહીત ભારતના હીરા ઉદ્યોગમાં પણ તેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

જીજેઇપીસીના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020-21ના અંતિમ ત્રિમાસિક ગાળામાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 12.73 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જો કે વર્ષ 2020-21ના સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કોરોના મહામારીના સંક્રમણને રોકવા લાદેલા લોક ડાઉનના કારણે જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 28.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગત નાણાકીય વર્ષ 2019-2020 દરમિયાન જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 35.37 બિલિયન ડોલરને આંબી ગઈ હતી . જેની તુલનાએ વર્ષ 2020-21 દરમિયાન 25.31 બિલિયન ડોલર થતા જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 28.46 ટકાનો ઘટાડો નોંધાયો છે .જો કે 31 માર્ચ 2021ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે,જે ગત વર્ષના સમાન સમય ગાળાની તુલનામાં 12.73 ટકા જેટલો વધારો દર્શાવે છે.

બિઝનેસ ગ્રોથ માટે વર્ચ્યુઅલ ટ્રેડ શો ની મહત્વની ભુમિકા રહેશે : કોલિન શાહ

 

નિકાસ અંગે જીજેઇપીસી દ્વારા જાહેર થયેલા અહેવાલ અંગે પ્રતિસાદ આપતા જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યુ કે નાણાકીય વર્ષ 2020-2021 એક અપવાદરૂપ વર્ષ તરીકે મુલવણી કરૂ છુ.આમ છતાં પણ ભારત સહીત વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે સ્થિતિ સ્થાપકતા અને પરિસ્થિતિ સાથે અનુકૂળતા સાધીને નાણાકીય વર્ષના બીજા ભાગમાં અકલ્પનિય રીતે ઝડપી રીકવરી મેળવી છે . નાણાકીય વર્ષ 2020-2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં થયેલા ઘટાડા પછી અંતિમ ત્રિમાસિક ગાળામાં 12.73 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.વૈશ્વિક સ્તરે COVID-19 મહામારીની તીવ્રતા વચ્ચે ભારતીય રત્ન અને ઝવેરી ઉદ્યોગ માટે એક મોટી સિદ્ધિ છે.

કોલિન શાહે ઉમેર્યુ કે નાણાકીય વર્ષ દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 28.46 ટકાનો ઘટાડો થયો છે.ભારતની નિકાસકાર જ્વેલરી ઉત્પાદક કંપનીઓને ડ્યુટી ફ્રી સોનાના પુરવઠાની ઉભી થયેલી તીવ્ર તંગી ઘટેલી નિકાસ માટે જવાબદાર છે.આ સમસ્યાના પગલે સોનાની ઝવેરાતની નિકાસ પર ગંભીર અસર થતા સોનાના આભુષણોની નિકાસમાં 60 ટકાનું જંગી ગાબડુ પડ્યુ છે.

વર્ષના અંતિમ ચરણમા જ્વેલરીની નિકાસમાં થયેલા વધારા અંગે પ્રતિભાવ આપતા કોલિન શાહે કહ્યુ કે યુરોપ અને અમેરીકા સહીત આંતરરાષ્ટ્રીય બજારોમાં તહેવારો અને રજાઓને અનુલક્ષીને ત્રીજા ક્વાર્ટરમાં જેમ એન્ડ પ્રોડક્ટની મજબૂત માંગને પગલે કુલ નિકાસમાં વધારો થયો છે.આ ઉપરાંત GJEPC દ્વારા આયોજીત વર્ચુઅલ ટ્રેડ શો IIJS એ નિકાસની પુન: પ્રાપ્તિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.વર્ચ્યુઅલ ટ્રેડ શો અને ઓનલાઈન બિઝનેસ આગામી વર્ષમાં જેમ એન્ડ જ્વેલરીના બિઝનેસ ગ્રોથ માટે અત્યંત મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

નાણાકીય વર્ષ 2020 – 2021 દરમિયાન જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો દેખાવ

– એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમિયાન જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 28.46 ટકા ઘટીને 25.31 બિલિયન અમેરીકી ડોલર થઈ છે,જે ગયા વર્ષના સમાન ગાળામાં 35.37 અબજ અમેરીકી ડોલર હતી.

માર્ચ 2020માં જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 1921.79 મિલિયન અમેરીકી ડોલર હતી,જેની તુલનાએ માર્ચ 2021માં 78.22 ટકાની જંગી વૃદ્ધિ સાથે 3424.94 મિલિયન અમેરીકી ડોલર થઈ છે.

Gem & Jewellery Performance March 2021 and from April 2020-March 2021 (Dollar Term)

  • The overall gross exports of Gems & Jewellery declined by 28.46% to US$ 25.31 bn during April 2020 to March 2021 as compared to US$ 35.37 bn during the same period last year.
  • The overall gross exports of Gems & Jewellery is showing a growth of 78.22% to US$ 3424.94 million during the month of March 2021 as compared to US$ 1921.79 million in March 2020.
  • CPD exports April 2020 to March2021 (-) 12.13% to US$ 16401.30 mn from US$ 18664.53 mn registered during April 2019 to March 2020
  • CPD exports March 2021 (+) 123.55 % to US$ 2158.36 mn as compared to US$ 965.48 mn in March 2020.
  • Gold Jewellery Exports April 2020 to March 2021 (-)59.49% to US $ 4822.74 mn from US$ 11903.83 mn April 2019 to March 2020.
  • Gold Jewellery Exports March 2021 (+) 24.81% to US$ 758.21 mn from US$ 607.49 mn March 2020
  • Silver Jewellery Exports April 2020 to March 2021 (+)38.61% to US$ 2324.39 mn from US$ 1676.88 mn April 19 to March 2020.
  • Coloured Gemstone Exports April 2020 to March 2021 (-)41.71% to US$ 186.75 mn from US$ 320.41 mn April 19 to March 2020.

Gem & Jewellery Export Performance March and April 2020 to March 2021 (Rupee Term)

  • The overall gross exports of Gems & Jewellery declined by 25.71% to Rs. 185952.34 Cr during April 2020 to March 2021 as compared to Rs. 250319.89 Cr. during the same period last year.
  • The overall gross exports of Gems & Jewellery is showing a growth  of 73.98% to Rs. 24729.57 Cr during the month of March 2021 as compared to Rs. 14214.24Cr. in March2020.
  • CPD exports April 2020 to March2021 (-)8.87% to Rs. 120302.04 Cr. from Rs. 132015.25 Cr. registered during April 2019 to March 2020.
  • CPD exports March 2021 (+) 117.58% to Rs. 15530.11 Cr as compared to Rs. 7137.69 Cr. in March 2020.
  • Gold Jewellery Exports April 2020 to March 2021 (-) 57.89% to Rs. 35483.17 Cr from Rs. 84270.81 Cr. April 2019 to March 2020.
  • Gold Jewellery Exports March (+) 22.50% to Rs. 5505.19 Cr. from Rs. 4493.99 Cr. March 2020.
  • Silver Jewellery Exports April 2020 to March 2021 (+) 43.55% to Rs. 17163.03 Cr.  from Rs. 11955.75 Cr.  April 2019 to March 2020.
  • Coloured Gemstone Exports April 2020 to March 2021 (-)39.32% to Rs. 1377.30 Cr.  from Rs. 2269.69 Cr. April 2019 to March 2020.

Import

Gem & Jewellery overall Import performance  April 20 to March 2021

  • The overall gross Import of Gems & Jewellery April 20 to March 2021 showing a decline of 32.36% to US$ 16493.18 mn from US$ 24382.46 mn registered during April 19 to March2020.
  • The overall gross import of Rough diamonds April 2020 to March 2021 showing a decline 16.44% to US$ 10885.17 mn from US$ 13026 mn registered during April 19 to March 2020.
  • The overall gross import of CPD April 2020 to March 2021 showing a growth 27.22% to US$ 2179.26 mn from US$ 1713.02 mn registered during April 19 to March 2020.