ફેબ્રુઆરી મહીનામાં અમેરીકામાં જ્વેલરીનાં વેંચાણમા નોંધપાત્ર વૃદ્ધિ

149

DIAMOND TIMES – ગત ફેબ્રુઆરી મહીનામાં વેલેન્ટાઇન ડે ના અવસર પર અમેરીકામાં જ્વેલરીના વેંચાણમાં વૃદ્ધિનો બીજો મજબૂત ગાળો જોવા મળ્યો હતો. માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના ડેટા અનુસાર ફેબ્રુઆરી 2021માં જ્વેલરીનું ઓનલાઇન વેંચાણ 63.1 ટકા અને ઝવેરાતનું ઇન-સ્ટોર વેચાણ 5.9 ટકા થયુ છે,જે ગત જાન્યુઆરી 2021 દરમિયાન થયેલા જ્વેલરીના વેંચાણની તુલનાએ કુલ 3.3% નો ઉછાળો દર્શાવે છે.

માસ્ટરકાર્ડના પૂર્વ સીઇઓએ કહ્યુ કે યુ.એસ.માં જ્વેલરીનાં રિટેલ વેચાણમાં વધારો થયો છે.ઝવેરાતથી લઇને એપરલ સુધી ઈ – કોમર્સ બજારે ગ્રાહકોને ઓનલાઈન ખરીદી માટેના દરવાજા ખોલ્યા છે. ઓનલાઈનની સરખામણીએ ઇન-સ્ટોર વેચાણમાં ઘટાડો થયો છે.