બીજા ક્વાર્ટરમાં સિગ્નેટનું 1.8 બિલિયન ડોલરનું જંગી વેચાણ

890

અમેરીકાની જ્વેલરી કંપની સિગ્નેટ જ્વેલરીનું આ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રદર્શન અમેરીકામાં હીરા-ઝવેરાતની માંગ અને નિકાસ વૃદ્ધિની સંભાવનાઓ વધુ મજબુત બનાવે છે.

DIAMOND TIMES –  બીજા ક્વાર્ટર દરમિયાન અમેરીકાની જ્વેલરી કંપની સિગ્નેટ જ્વેલરીએ 1.8 બિલિયન ડોલરનું જંગી વેચાણ નોંધાવ્યુ છે. સિગ્નેટ જ્વેલરીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વર્જીનિયા સી ડ્રોસોસે મીડીયા અહેવાલમાં જણાવ્યુ છે કે સિગ્નેટ ટીમની પ્રેરણા દાયક વ્યાપારીક વ્યૂહ રચનાના અમલ સાથે બીજા ક્વાર્ટર દરમિયાન અમોએ જ્વેલરીના વેંચાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.જે દર્શાવે છે કે કંપનીની બેનર વેલ્યુ પ્રપોઝિશન,પ્રોડક્ટ નવીનતા , માર્કેટિંગ વ્યુહ રચનાનો અમારા વફાદાર ગ્રાહકોએ સ્વીકાર કર્યો છે.તેમણે ઉમેર્યુ કે સિગ્નેટ જ્વેલરી કંપનીની આર્થિક ક્ષમતાને 225 મિલિયન ડોલર સુધી વિસ્તૃત કરવામાં અમને સફળતા મળી છે.જે લાંબા ગાળાની વૃદ્ધિની તકો અને આત્મ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

સિગ્નેટ વિશ્વમાં 2,800 જ્વેલરી સ્ટોર્સ ધરાવે છે.

ડાયમંડ જ્વેલરીના વિશ્વના સૌથી મોટા રિટેલર તરીકે સિગ્નેટ જ્વેલર્સ દુનિયાભરમાં કારોબાર કરે છે.કંપનીના યુ.એસ.,કેનેડા અને યુ.કે.માં 2,800 જ્વેલરી સ્ટોર્સ ધરાવે છે.જેનુ સંચાલન કેય જ્વેલર્સ,ઝેલ્સ, જેરેડ,એચ. સેમ્યુઅલ,અર્નેસ્ટ જોન્સ,પીપલ્સ જ્વેલર્સ, બેન્ટર બાય પિયર્સિંગ પેગોડા  , રોક્સબોક્સ અને જેમ્સએલન.કોમ. દ્વારા થાય છે.જેની કામગીરી અને સપ્લાય ચેઇન આફ્રિકા અને ભારત સુધી ફેલાયેલી છે.બીજા ક્વાર્ટર દરમિયાન જ્વેલરી કંપની સિગ્નેટનું કુલ વેચાણ 1.8 અબજ ડોલર નોંધાયુ છે.જેમા સ્ટોર પરથી થયેલા જ્વેલરીના વેંચાણમાં 97.4 ટકાનો વધારો નોંધાયો છે.જ્યારે ઇ- કોમર્સનું વેચાણ 336.2 મિલિયન ડોલરને આંબી ગયુ છે.