સિગ્નેટે ડાયમંડ ડાયરેક્ટ નામની કંપની હસ્તગત કરી

61

DIAMOND TIMES- અગ્રણી જ્વેલરી કંપની સિગ્નેટ જ્વેલર્સ તેના વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા અમેરીકામાં વ્યવસાય કરતી ડાયમંડ ડાયરેક્ટ નામની કંપનીને 490 મિલિયન ડોલરમાં ખરીદવા સંમત થઈ છે.ઉત્તર કેરોલિનામાં મુખ્ય મથક ધરાવતી ડાયમંડ ડાયરેક્ટ કંપનીના 22 જેટલા જ્વેલરી સ્ટોર્સ આવેલા છે.જેમા લુઝ હીરા ઉપરાંત અને મેરેજ રિંગ્સ અને મેરેજ બેન્ડનું વેંચાણ કરે છે.ઉલ્લેખનિય છે કે ન્યૂ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોનની માલિકીની આ કંપની અમેરીકા અને ઇઝરાયેલમાથી હીરાની ખરીદી કરે છે.

સિગ્નેટ જ્વેલર્સના સીઇઓ વર્જિનિયા ડ્રોસોસે કહ્યુ કે ડાયમંડ ડાયરેક્ટ કંપનીને હસ્તગત કરવા અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે ડાયમંડ ડાયરેક્ટ કંપનીને લગ્ન આભુષણોના કારોબારનો ખુબ વિશાળ અનુભવ છે.જેનો લાભ લઈને અમો 9 બિલિયન ડોલરના કારોબારના લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ.

સિગ્નેટ ચોથા નાણાકીય ક્વાર્ટરમાં ઓલ કેશ ડીલ બંધ કરવાની યોજના ધરાવે છે.ડાયમંડ ડાયરેક્ટના સ્થાપક ઇટય બર્જર કંપનીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.ડાયમંડ ડાયરેક્ટના પ્રવક્તાએ કહ્યુ કે સિગ્નેટ અમારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના સંસાધનોનો ઉપયોગ કરશે.અમને સિગ્નેટ પરિવાર સાથે જોડાયા તેનો ગર્વ છે. અમારા વર્તમાન અને નવા ગ્રાહકોને બેજોડ ઉત્પાદન અને ઉત્તમ સેવા પૂરી પાડવા અમો ઉત્સુક છીએ.ચાલુ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળામાં સિગ્નેટનું જ્વેલરી વેંચાણ 1.42 અબજ ડોલરથી વધીને 1.45 અબજ ડોલર થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.