સિગ્નેટે 360 મિલિયન ડોલરનો સોદો કરી ઓનલાઇન જ્વેલર બ્લુ નાઇલનું સંપાદન કર્યુ

DIAMOND TIMES : ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ સિગ્નેટ જ્વેલર્સે ઓનલાઈન જ્વેલર બ્લુ નાઈલને 360 મિલિયનના ઓલ કેશ ડીલમાં ખરીદવા માટે સોદો કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં આ સોદા અંગે જાણકારી આપી હતી.

ડાયમંડ જ્વેલરીના વિશ્વના સૌથી મોટા રિટેલર સિગ્નેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે એક વ્યૂહાત્મક સંપાદન છે જે કંપનીની બ્રાઇડલ ઑફરિંગને વિસ્તૃત કરવા અને તેના ઍક્સેસિબલ લક્ઝરી પોર્ટફોલિયોને વધારવાના પ્રયાસોને વેગ આપશે.

બ્લુ નાઇલ પાસે વેચાણ માટે 650,00 થી વધુ હીરા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને કંપનીનો એવો પણ દાવો છે કે તેણે અત્યાર સુધીમાં 2.7 મિલિયન કરતાં વધુ ગ્રાહકોને સેવા આપી છે.

સીઇઓ વર્જિનિયા સી. ડ્રોસોસે જણાવ્યું હતું કે બ્લુ નાઇલ ઓનલાઈન એન્ગેજમેન્ટ રિંગ્સ અને સુંદર જ્વેલરીમાં અગ્રણી છે. આ જ્વલેરીમાં નવીનતા છે, જે ગ્રાહકો માટે એક અનન્ય અને અત્યંત ઇચ્છનીય ખરીદીનો અનુભવ આપે છે.

બ્લુ નાઇલ, સિએટલમાં 1999માં સ્થપાયું હતું અને 2004માં જાહેર થયું. તેને 2016માં બેઇન કેપિટલ પ્રાઇવેટ ઇક્વિટી અને બો સ્ટ્રીટ એલએલસી દ્વારા 500 મિલિયનમાં ખાનગી રીતે ખરીદવામાં આવ્યું હતું. ગયા મહિને તેણે 873 ડોલરના મૂલ્યાંકન સાથે શેરબજારમાં ફરી જોડાવાની યોજના જાહેર કરી હતી.