DIAMOND TIMES – આગામી 1 લી નવેમ્બર- 2021ના રોજ સિબ્જો (CIBJO) ની મળનારી બેઠકમાં હેન્કો ઝવાનના નેતૃત્વ હેઠળ સિબ્જોના જેમોલોજીકલ કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ રિપોર્ટ બહાર પાડવામાં આવશે.આ સ્પેશિયલ રિપોર્ટમાં વિવિધ રત્નોના નામને વ્યાખ્યાયિત કરી માપદંડોની સ્થાપના કરી જેડ એન્ડ જેડેઇટને સંલગ્ન સામગ્રી માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અને ફેઇ કુઇ (Fei Cui) તરીકે ઓળખાતી પ્રથાઓને અમલી બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
જેમોલોજિકલ કમિશન સ્ટિયરિંગ કમિટીના નેજા હેઠળ 2019 માં બહેરીનમાં યોજાયેલી છેલ્લી CIBJO કોંગ્રેસ પછી વિવિધ વિવિધ રત્નોના નામને વ્યાખ્યાયિત કરવા નવી સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.આ કમિટીએ રત્ન સામગ્રી અને તેને સંલગ્ન વ્યાખ્યાઓને સૂચિબદ્ધ દસ્તાવેજમાં સામેલ કરવા પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.જે આગામી CIBJO કોંગ્રેસના ભાગ રૂપે 3 નવેમ્બરના રોજ જેમમોલોજિકલ કમિશનના ઑનલાઇન સત્ર દરમિયાન રજુ કરી તેની ચર્ચા કરવામાં આવશે.
ફેઇ કુઇ (Fei Cui) મુખ્યત્વે એશિયન દેશોમાં વપરાતું વેપારી નામ છે,તે ખનિજો,જેડેઇટ,ઓમ્ફાસાઇટ અને કોસ્મોક્લોર સાથે સંકળાયેલું છે.વળી તે જ્વેલરી કેટેગરી નું પ્રતિનિધિત્વ કરે છે.જેની વાર્ષિક વૈશ્વિક નેટવર્થ હીરા પછી બીજા ક્રમે છે . તેના સંદર્ભમાં CIBJOએ એક કાર્યકારી જૂથની સ્થાપના કરી છે.જે જેમોલોજિકલ એસોસિએશન ઓફ હોંગકોંગ (GAHK) નેશનલ જેમ ટેસ્ટિંગ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા કામના આધારે સાર્વત્રિક રીતે સ્વીકૃત ધોરણો , પ્રથાઓ , નામકરણ માટે કામ કરે છે.