કંપનીમાં કાર્યરત રત્નકલાકારોને કોરોના રસી આપવા બાબતે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સની પ્રેરણા દાયક ઝૂંબેશ

818

DIAMOND TIMES – હીરાની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(એસઆરકે)એ કંપનીમાં કાર્યરત કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિ:શુલ્ક કોવિડ -19 રસીકરણ ઝુંબેશ હાથ ધરી છે.કોરોના મહામારીનો મજબુતાઈથી સામનો કરવા માટે આ પ્રકારની ઝુંબેશ ચલાવનાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ સુરતના હીરા ઉદ્યોગની પ્રથમ કંપની બની છે.સરકારની માર્ગદર્શિકા અનુસાર એસઆરકેની રસીકરણ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 45થી વધુ વય ધરાવતા 630થી પણ વધુ કર્મચારીઓને રસી આપવાની સિધ્ધિ નોંધાવી ચુકી છે.એસઆરકેની સંચાલકોની ટીમ રત્નકલાકારોને રસીકરણ માટે સતત પ્રોત્સાહિત કરે છે.આ રસીકરણ ઝૂંબેશ અંગે એસઆરકે સંચાલકોની ટીમના એક સભ્યએ કહ્યુ કે એસઆરકે દરેક કર્મચારીના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપીએ છીએ.દરેક કર્મચારી એસઆરકે પરિવારનો એક મહત્વનો ભાગ છે.કોવિડ -19 સામે લડવા હાલમાં રસીકરણ એક અસરકારક સાધન છે.સરકાર રસીકરણ અભિયાનના આગલા તબક્કાની તૈયારી કરી રહી હોવાથી અમે અમારી સંસ્થામાં કાર્યરત દરેક કારીગરને રસી લેવા પ્રોત્સાહિત કરીએ છીએ.

એસઆરકે રસીકરણ ડ્રાઈવ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરે છે.કંપનીના વિશાળ પરિસરમાં હાથ ધરવામાં આવેલી રસીકરણ ઝૂંબેશ માટે સ્ટેન્ડબાય ઇન-હાઉસ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.ઉપરાંત કર્મચારીઓની સલામતી અને સુખાકારી માટે સતત થર્મલ સેન્સિંગ સિસ્ટમ્સ, હેન્ડ સેનિટાઇઝર,ડિસ્પેન્સર્સ અને સામાજિક અંતર સહીતના સાવચેતીના દરેક પગલાઓનું પાલન કરે છે.