હોંગકોંગમાં કિકસી લવ ફેસ્ટીવલમાં હીરા ઝવેરાતની ધુમ ખરીદી

716

આગામી અઠવાડીયે ડીબિયર્સની સાઈટમાં રફ હીરાનો પુરવઠો અને કીંમતો સ્થિર રહેવાની ધારણા

DIAMOND TIMES – આગામી સપ્તાહમાં આયોજીત થનારા લાસવેગાસ શો પહેલા અમેરિકી બજાર અંગે વેપારીઓ આશાવાદી છે. આગામી લગ્નગાળાની સિઝન ભરપુર રહેવાની ધારણા વચ્ચે અમેરીકાની બજારમાં તૈયાર હીરા અને ઝવેરાતની માંગ બરકરાર છે.રફ હીરાનું બજાર મજબૂત છે.ચાલુ મહીને ડીબીયર્સનો રફનો પુરવઠો સ્થિર રહે તેવી અપેક્ષા છે.બીજા કવાર્ટરમાં અલરોઝાનો રફ હીરાનો કારોબાર 412 મિલિયન ડોલરનો થયો છે.

ફેન્સી હીરાના પુરવઠાની અછત વચ્ચે તેની સતત વધતી જતી માંગના પગલે મોટાભાગના ફેન્સી હીરાના કદ અને કેટેગરી માં કિંમતો મજબૂત થઈ રહી છે.ફેન્સી હીરા જડીત સગાઈની વીંટીઓના વેંચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓવલ , પિયર્સ,એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડીયન્ટસ,માર્કીસ હીરાના ઓર્ડરમાં વધારો થયો છે.પ્રિન્સેસ કટ ફેન્સી હીરા ની કીંમતો સામાન્યથી પણ વધુ રહી છે.અમેરીકાની સાથે ચીનની બજારો તરફથી મળતા સ્થિર ઓર્ડર હીરાના કારોબાર ને મજબુતી પ્રદાન કરે છે.લાસવેગાસ શો-સકારાત્મક રહેવાની અપેક્ષાએ બજારમાં ઉત્સાહનો માહોલ છે.રાઉન્ડ કટ હીરામાં F-I, VS-SI,3X કેટેગરીના હીરાની નક્કર માંગ છે.

બેલ્જિયમના બજારો પ્રમાણમાં શાંત છે.કારણ કે અનેક મોટા વેપારીઓ હજુ વેકેશન પર છે.આગામી સપ્તાહમાં ડીબીયર્સની સાઈટમાં રફ હીરાનો પુરવઠો અને કીંમતો સ્થિર રહેવાની અપેક્ષા છે.વિદેશી બજાર તરફથી ધીમી માંગના પગલે ઇઝરાયેલમાં હીરા ટ્રેડીંગ પ્રમાણમાં શાંત છે.પરંતુ વેકેશન પછી અમેરીકાની બજારો ફરીથી ધમધમવા લાગશે તેવો પુર્ણ આશાવાદ છે.સુરતમાં 70 થી 80 ટકાની ક્ષમતા સાથે પોલિશ્ડ ઉત્પાદન થઈ રહ્યુ છે.પરંતુ રફ હીરાની ઉંચી કીંમત ના કારણે ઉત્પાદન સેક્ટરનો નફો દબાણ હેઠળ છે.મુંબઈના હીરા બજારમાં G થી M કલર ડોઝીયર અને 1 કેરેટના રાઉન્ડ કટ હીરાની સારી માંગ છે.

હોંગકોંગના બજારોમાં 1 કેરેટના D-I, VS2-SI2,3X કેટેગરીના હીરાની સારી માંગ છે.પરંતુ સપ્લાયર્સ 1 થી 3 કેરેટ હીરામાં ડિસ્કાઉન્ટની ઓફર્સ કરી રહ્યા છે.વધતી જતી ઇન્વેન્ટરી અને મિશ્ર માંગ હોવા છતાં પિયર્સ,હાર્ટ અને એમરાલ્ડ કટના ફેન્સી હીરાની માંગ ખુબ સારી રીતે આગળ વધી રહી છે.હોંગકોંગમાં ઉજવાયેલા કિકસી(Qixi) લવ ફેસ્ટીવલ દરમિયાન હીરા અને ઝવેરાતની ઓનલાઈન ખરીદીમાં જંગી વધારો થયો છે.કોરોના મહામારી કાબુમાં આવી જતા સ્થાનિક બજારમાં સુધારો આવ્યો છે.

કિક્સી ફેસ્ટિવલનુ છે વેલેન્ટાઇન-ડે જેવુ મહત્વ

ચીનમાં ઉજવાતા કિક્સી ફેસ્ટિવલને કિકિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.ઝિના અને નિલાંગ નામના બે પ્રેમીઓની રોમેન્ટિક દંતકથાના આધારે કિકસી ઉત્સવમાં ઉજવવામાં આવે છે.પ્રખ્યાત પૌરાણિક કથાઓમા સૌથી પ્રાચીન સંદર્ભ 2600 વર્ષ પહેલાનો છે.કિકસી તહેવાર જાપાનમાં તાનાબાટા ઉત્સવ,કોરિયામાં ચિલસેક તહેવાર અને વિયેતનામમાં થુટ તૈચ ઉત્સવને પ્રેરિત કરે છે.આ તહેવારને ડબલ સેવન્થ ફેસ્ટિવલ,ચાઇનીઝ વેલેન્ટાઇન ડે,નાઇટ ઓફ સેવન્સ અથવા મેગપી ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે.