શિરડી સાંઈબાબાના મસ્તકની શોભા બનશે 28 લાખની કિંમતનો હીરા જડીત મુગટ

DIAMOND TIMES : નવા વર્ષમાં મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિર પર ભક્તો ખૂબ પ્રેમ વરસાવે છે. આજથી ત્રણ વર્ષ અગાઉની વાત કરીએ તો 22 ડિસેમ્બર, 2018 થી 1 જાન્યુઆરી 2019ના ક્રિસમસ પહેલાથી શરૂ થઈને નવા વર્ષ સુધી માત્ર 11 દિવસોમાં દુનિયાભરમાં જાણીતા સાંઈબાબા મંદિરને 14.54 કરોડ રૂપિયાનું દાન મળ્યુ હતુ.

શ્રી સાંઈબાબા ન્યાસના ઉપાધ્યક્ષ ચંદ્રશેખર કદમે આની જાણકારી આપતા કહ્યુ હતુ કે આ દાન આપનારામાં દેશ ઉપરાંત વિદેશોના શ્રદ્ધાળુઓ પણ શામેલ છે. જેમા રોકડ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓ તરીકે પણ દાન મળ્યુ છે. દાનમાં લગભગ 19 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીની સામગ્રી દાનમાં મળી છે. સાંઈબાબાને લગભગ 507 ગ્રામ સોનુ અને 16.5 કિલો ચાંદીનું દાન આવ્યુ હતુ.

હવે વર્ષ 2022મા પણ મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરમાં દેશ -વિદેશના ભક્તો દ્વારા દાનની સરવાણી શરૂ થઈ ચુકી છે. બ્રિટનમાં વસતા કીન્નરી સુબારી પટેલ નામના એક ભક્તે શિરડીમાં સાંઈ બાબાને 28 લાખની કિંમતનો હીરાનો મુગટ દાનમાં આપ્યો છે.જે શિરડી સાંઈબાબાના મસ્તકની શોભા બનશે.