સેરેના વિલિયમ્સ અને જ્વેલરી કંપની ઝેલ્સ વચ્ચે ભાગીદારી

688

DIAMOND TIMES – અમેરીકાની ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને યુએસ રિટેલર જ્વેલરી કંપની ઝેલ્સ વચ્ચે ભાગીદારી કરાર થયા છે.આ કરાર મુજબ સેરેના વિલિયમ્સની કંપની દ્વારા નિર્મિત જ્વેલરીનું જ્વેલરી કંપની ઝેલ્સ સમગ્ર અમેરીકામાં આવેલા સ્ટોર મારફતે વેંચાણ થશે.

અગ્રણી સિગ્નેટ જ્વેલરીની સિસ્ટર કંપની ઝેલ્સના અમેરીકામાં 700 થી વધુ સ્ટોર્સ આવેલા છે.આ કંપની હવે સેરેના વિલિયમ્સના જ્વેલરી સંગ્રહ માટે એકમાત્ર રિટેલર કંપની હશે.આ ભાગીદારી ડીલથી પરસ્પર બંને પક્ષોને વ્યારિક લાભ પ્રાપ્ત થશે. વિલિયમ્સે કહ્યુ કે હું એક ગ્રાહક તરીકે ઝેલ્સ સાથે લાંબા સમયથી સંબંધો ધરાવુ છુ અને હંમેશા તેમની શૈલીની પ્રશંસા કરૂ છું.

અમેરીકાની ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સએ નવેમ્બર 2019માં જ્યારે 23મી વખત ગ્રાન્ડ-સ્લેમ ટાઈટલ જીત્યુ ત્યારે આ જીતની ખુશી બદલ વિજેતા સેરેના વિલિયમ્સએ મહીલાઓ માટે ખાસ જ્વેલરીની વિશાળ શ્રેણી લોંચ કરી હતી.જેમાં 299 થી 10,000 ડોલરની રેન્જમાં સોના-ચાંદીની વીંટીઓ,કડા,નેકલેસ સહીતની જ્વેલરીનો સમાવેશ થયા છે.સેરેના વિલિયમ્સ આગામી 24 ઓગષ્ટના રોજ નવી ડિઝાઈન ધારાવતી ફેવરિટ જ્વેલરી સંગ્રહ રજૂ કરશે.