ગુજરાતના બે સિંહ જયેશ રાદડીયા અને મહેશ સવાણીને ઘણી ખમ્મા!! : સોસિયલ મીડીયામાં લોકોની સંવેદના

2287

કોરોનાના કપરા કાળમાં પિતા વિહોણી હજારો દીકરીઓના પાલકપિતા મહેશભાઈ સવાણી અને ખેડુત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડીયાના દીકરા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના સેવાકાર્યની માત્ર ગુજરાતમાં જ નહી,પરંતુ વિશ્વના અનેક દેશોમાં નોંધ લેવામાં આવી રહી છે.નિસ્વાર્થ ભાવે સેવા કરતા ગુજરાતના આ બંને સપુતોની સેવા કાર્ય અંગે સોસિયલ મિડીયામાં સંવેદના વ્યકત કરતા લોકો લખી રહ્યા છે કે ગુજરાતના બે સિંહ જયેશ રાદડીયા અને મહેશ સવાણીને ઘણી ખમ્મા !!

કોરોના કાળમાં પાટીદાર સમાજના બે અનમોલ રત્નો જયેશ રાદડીયા અને મહેશ સવાણીની સેવાકાર્યોની ઝલક

કોઇ પણ વિકટ પરિસ્થિતિને તાબે થયા વગર તેનો મજબુતાઈથી ઝનુન પુર્વક મુકાબલો કરવાનું કાઠિયાવાડીઓ ગજબનું ખમીર અને કોઠાસૂઝ ધરાવે છે.કોરોના મહામારીમા કારણે ઉભી થનારી સંભવિત વિકટ પરિસ્થિતિ અંગે આગોતરો અંદાજ લગાવી લોકોની મહામુલી જીંદગીને બચાવવા જયેશભાઈ રાદડીયા અને તેના લઘુ બંધુ લલિત રાદડીયાએ તાત્કાલિક નિર્ણય લઈને જામકંડોરણા સ્થિત આવેલી હોસ્ટેલને સર્વ સુવિધાઓથી સજ્જ આઈસોલેશન સેન્ટરમાં ફેરવી નાખી,આ ઉપરાંત જેતપુર ખાતે પણ બીજુ એક આઈસોલેશન સેન્ટર ઉભુ કર્યુ.જેમા હજારો કોરોના દર્દીઓઓની પ્રાથમિક સારવાર માટે બેડ,ઓક્સિજન, જરૂરી દવા , ડોક્ટર્સ અને નાસ્તાની સાથે બે ટાઈમ ભોજન ઉપરાંત રોગ પ્રતિકાર શક્તિ વધારવા લીલા નાળીયેર, તરબુચ અને ટેટીના ટ્રકોના ટ્રકો ઠાલવી દીધા. જયેશભાઈ રાદડીયાએ ઉભા કરેલા આ આઈસોલેશન સેન્ટરમાં સારવાર મેળવીને અનેક લોકો સ્વસ્થ થયા છે.જયેશભાઈ રાદડીયાએ શરૂ કરેલા આ આઈસોલેશન સેન્ટરમાં હજુ પણ અનેક લોકોને સ્વસ્થ કરવાનો સેવા યજ્ઞ…


કહેવાય છે કે પિતા વિહોંણી દીકરીઓના સ્વરૂપમાં રહેલી જોગમાયાઓના હજારો હાથ હેતથી જેના માથા પર આશિર્વાદ વરસાવી રહ્યા છે એવા મહેશભાઈ સવાણીએ આવનારા સંકટને ઓળખીને સુરતની કુલ 52થી પણ વધુ સંસ્થાઓને એક છત નીચે એકત્ર કરી તાબડતોબ “સેવા” સંસ્થાની સ્થાપના કરી વિવિધ વિસ્તારોમાં 13 જેટલા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દીધા.પ્રાથમિક સારવાર માટે બેડ,ઓક્સિજન,જરૂરી દવા,ડોક્ટર્સ સહીત ભોજન અને નાસ્તા સહીત તમામ સગવડ ધરાવતા સેન્ટરમાં સારવાર લેતા 600 દર્દીઓને મોતના મુખમાથી હેમખેમ રીતે બચાવવાનો શરૂ થયો એક મહાયજ્ઞ …
આટલુ ઓછૂ હોય તેમ મહેશભાઈએ સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,ભાવનગર સહીત વિવિધ જિલ્લાઓના ગામોમાથી સુરત સારવાર માટે આવતા દર્દીઓને રસ્તામાં જ ઓક્સિજન મળી રહે અને કોઇનો જીવ ન જાય તે માટે તારાપુર પાસે તાબડતોબ એક ઓસિજન સપ્લાયર સેન્ટર ઉભુ કરી સમાજસેવા પ્રત્યે તેમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાં સાબિત કરી દીધી છે.

જયેશભાઈ રાદડીયા માટે  સોસિયલ મીડીયામાં વહેતા થયેલા અન્ય પ્રેરક સંદેશાઓ ..

જામકંડોરણાની ડેલીએ હજી તાળા નથી લાગ્યા હો બાપ,હજી પણ અડધી રાતે ડેલીએ આવીને તમે પડકારો કરો એટલે તમને છોટે સરદારના અવાજમા હોંકારો મળે હો બાપ..

મિત્રો, જેમની હૈયાતીમાં તેની પાસે આશા લઈને જવા વાળો કોઈ વ્યક્તિ નિરાશ કે દુઃખી નથી થયો.

આજે આ કપરી મહામારીમાં તેમની હૈયાતી નથી છતાં તેમના બે સુપુત્રો ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ યુવા મંત્રી જયેશભાઈ રાદડિયા અને વિઠલભાઈ રાદડિયાના નાના પુત્ર લલિતભાઈ રાદડિયા લોકોની પરિસ્થિતિને સમજીને દરેકના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે દરેક લોકો ગૌ.વા વિઠલભાઈ રાદડીયાને યાદ કરી જયેશભાઈ તેમજ લલિતભાઈને આશીર્વાદ આપી રહ્યા છે.

આવા રાજનેતાને લોકો ક્યારેય પણ ભૂલશે નહીં.વિઠ્ઠલભાઈ રાદડીયાના શબ્દ બરાબર યાદ છે કે મુશ્કેલીમાં તમારું બાવડુ પકડનાર માણસ કોણ ? બતાવો કોઈ લેવા પટેલ સમાજનો આગેવાન કોઈ તાકાતવર હોય તો, આજે જોય લીધુ જામકંડોરણા ખાતે 264 બેડનુ કોવિડ સેન્ટર અને જેતપુર હીરપરા સંકુલ ખાતે 120 બેડનુ કોવીડ સેન્ટર..

મહેશ સવાણી માટે સોસિયલ મીડીયામાં વહેતા થયેલા અન્ય પ્રેરક સંદેશાઓ ..

સગાવ્હાલાની ખબર નથી મિત્રોએ રંગ રાખ્યો છે,
બધી ઉપાધી દૂર કરવા #સેવા નામે યજ્ઞ રાખ્યો છે.

વર્તમાનયુગમાં હનુમાનજીની ગાથાને સાકાર કરતા મહેશભાઈ સવાણી

જેમના માથે જોગમાયાઓના હજારો હાથ હોય એવા મહેશભાઈ સવાણીના સેવા કાર્યને સલામ

વરાછા- જ્યાંની દાતારી અજોડ છે, રહેઠાણોમાં શોર છે….
જેના લીધે સુરતમાં ચાલ્યો,સેવાનો દોર છે….
અહીંની એકતામાં જોર છે….
ખબર નહીં કેમ અહીંની સુગંધમાં કાઠીયાવાડી કોર છે….
વરાછા અજોડ છે….

આ બંને વિરલાઓની સેવાઓ બદલ આશિર્વાદ વરસાવતા લોકોઓના આ વિડીયો જોઇને આપની આંખો પણ અશ્રુઓથી છલકાઈ જશે…

2