આયાત-નિકાસકારોને ફોરેન એકસચેન્જ અને બેંક ફાયનાન્સ અંગે માહિતગાર કરવા સેમિનાર યોજાયો

17

DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યસ બેંકના સહયોગથી વિવિધ પ્રકારના ઉત્પાદનની આયાત-નિકાસ કરતા ઉદ્યોગ સાહસિકોને ફોરેન એકસચેન્જ અને બેંક ફાયનાન્સ અંગે માહિતગાર કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં યસ બેંકના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ રિજીયોનલ પ્રોડકટ સેલ્સ મેનેજર સુરેશ લાલવાણી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ પ્રોડકટ સેલ્સ મેનેજર રાકેશ બાલધાએ મહત્વનું માર્ગદર્શન આપ્યુ હતુ.

યસ બેંકના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ રિજીયોનલ પ્રોડકટ સેલ્સ મેનેજર સુરેશ લાલવાણીએ આયાત-નિકાસ  તેમજ ડોમેસ્ટીક માર્કેટમાં કારોબાર કરતા ઉદ્યોગ સાહસિકોને જરૂરી ધિરાણ બાબતે યસ બેંકની પોલિસી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ ઉપરાંત એકસપોર્ટ-ઇમ્પોર્ટ માટે બેંકમાંથી કેવી રીતે અને કેટલું ફાયનાન્સ મેળવી શકાય તે અંગે પણ સમજણ આપી હતી.તેમણે ટ્રેડ ટ્રાન્જેકશન માટે ડિજીટલ પ્રોડકટ અને ફોરેન એકસચેન્જ કન્વર્ઝન ઉપર વિશેષ ભાર મુકયો હતો.

યસ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ પ્રોડકટ સેલ્સ મેનેજર રાકેશ બાલધાએ નિર્યાત તથા આયાત માટે ફાયનાન્સ અને જનરલ ફોરેન ટ્રેડ રેગ્યુલેશનની માહિતી આપી હતી.તેમણે એકસપોર્ટ પેકેજીંગ ક્રેડીટ,બીલ ડિસ્કાઉન્ટીંગ,ઇમ્પોર્ટ ફાયનાન્સમાં લેટર ઓફ ક્રેડીટ,લોન અગેઇન્સ્ડ ઇમ્પોર્ટ અને એસબીએલસી બેકટ ફન્ડીંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.તો બીઆરસી, બીલ ઓફ એન્ટ્રી અને મર્ચન્ટ ટ્રેડ અંગે માહિતી આપી હતી.