ગામડાના લોકોના પરિશ્રમથી જ થશે આત્મનિર્ભર ભારતનું નિર્માણ : PM મોદી

102

ડાયમંડ ટાઈમ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરતા કહ્યુ હતુ કે દેશના અર્થતંત્ર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ ડિપોઝિટર કે ઈન્વેસ્ટર વિશ્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.દેશની નાણાકીય વ્યવસ્થા વિશ્વાસ પર ટકેલી છે. લોકોની કમાણીની સુરક્ષા અને વિશ્વાસથી જ દેશનો વિકાસ થશે.ગરીબ સુધી સરકારી લાભની પ્રભાવી અને લીકેજ ફ્રી ડિલિવરી,દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા રોકાણને પ્રોત્સાહન સહીતની બાબતો આપણી પ્રાથમિકતા છે.અમારો સતત આ પ્રયાસ છે કે જ્યાં સંભવ હોય ત્યાં પ્રાઇવેટ ઉદ્યોગોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરવામાં આવે.જ્યારે બેકિંગ અને વીમામાં પબ્લિક સેક્ટરની પણ એક પ્રભાવી ભાગીદારીની અત્યારે દેશમાં જરૂરીયાત છે.

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આત્મનિર્ભર ભારત મોટા ઉદ્યોગો કે મોટા શહેરોથી નહીં બને.આત્મનિર્ભર ભારત નાના નાના શહેરો અને ગામોના લોકોના પરિશ્રમથી,વધુ કૃષિ ઉત્પાદનથી બનશે.સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ મંત્ર નાણાકીય ક્ષેત્ર પર સ્પષ્ટ જોવા મળે છે.ગરીબ હોય, કિસાન હોય, પશુપાલક હોય, માછીમાર હોય અથવા નાના નાના દુકાનદાર હોય સૌ કોઈ માટે ક્રેડિટ એક્સેસ થઈ શક્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મુદ્રા યોજના અંતર્ગત ગત 15 લાખ કરોડ રૂપિયાનું ઋણ નાના ઉદ્યોગકારો સુધી પહોંચ્યું છે જે પૈકી 70 ટકા મહિલાઓ છે.જ્યારે 50 ટકાથી વધારે દલિત, વંચિત, આદિવાસી અને પછાત વર્ગના ઉદ્યોગસાહસિક છે.તેમણે વધુમાં કહ્યું કે 90 લાખ MSMEએ કોરોના કાળ દરમિયાન 2.4 ટ્રિલિયન રૂપિયાની ક્રેડિટ પ્રાપ્ત કરી છે.સરકારે ઉદ્યોગો માટે કૃષિ, કોલસા અને અવકાશ ક્ષેત્ર પણ અન્ય લોકો માટે ખોલ્યા છે.