જયપુરમાં યોજાયેલા જ્વેલરી શોના એવોર્ડમાં સુરતના જ્વેલરી ડીઝાઇનરોની પસંદગી

DIAMOND TIMES – જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકા અને જયપુર જ્વેલરી શો ના આયોજકો દ્વારા 11માં જવેલર્સ ચોઈસ ડીઝાઇન એવોર્ડ સમારોહ ગત અઠવાડિયે જયપુરમાં યોજવામાં આવ્યો હતો.જેમાં 24 જેટલા જવેલરીના ડિઝાઈનરોને તેમના ઉત્કૃષ્ટ ડીઝાઇનીંગના પ્રદર્શન બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આયોજકોએ જણાવ્યું હતું કે, ભારતીય જ્વેલરી ડિઝાઈનરોનું આગવું ટેલેન્ટ જોઇને અમને ખુબ ખુશી થાય છે.અમે દર વર્ષે ક્રિએટીવ ડીઝાઇનીંગ માટે તેમનું સન્માન કરીએ છીએ.આ વર્ષે તેમાં નવી કેટેગરી ઉમેરવામાં આવી છે જેમાં અમુક થીમ પર આધારિત જ્વેલરી,પર્લ ડાયમંડ જ્વેલરી અને બ્રાઈડલ ડીઝાઇન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર ભારતના વિવિધ જ્વેલરી ડિઝાઈનરોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા છે.જેમાં સુરતના ઓસમ સ્પાર્કલ્સના પ્રીતિ ભાટિયાને તેમની ડાયમંડ જ્વેલરી માટે અને એન્શાઈન જવેલ્સને ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરીની ડીઝાઇન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે.આ બંને વિજતાઓને અગાઉ પણ ઉત્તમ ડીઝાઇનીંગ માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે.જ્વેલરી ડિઝાઈનર માટે એવોર્ડ જીતવો એ તેમની પ્રતિભાને વિકસવાની તક આપવા સમાન છે.