સરીનના નવા ટ્રેસિબિલિટી પોગ્રામથી હીરાનું મૂળ શોધવું થયું સરળ, કંપનીએ નવી સર્વિસ શરૂ કરી

DIAMOND TIMES : હીરાનું મૂળ શોધવું એ એક અઘરું કામ છે પરંતુ ટેકનોલોજીના માધ્યમથી આ અઘરા કાર્યને સરળ બનાવવાનાં પ્રયત્નો સતત થતાં રહે છે. સરીન(Sarin)ની નવી ટ્રેસિબિલિટી ચેક પોગ્રામ હવે આ કાર્યને સરળ બનાવશે અને હીરાના મૂળ દેશની તેના સરીન આઈડી નંબર પરથી તરત જ પુષ્ટિ કરી શકાશે.

આ નવીનતા પાછળની જે કંપનીએ મહેનત કરી છે એ ડાયમંડ ટેક કંપની સરીન કહે છે કે ટ્રેસીબિલિટી અને ટકાઉપણું 4Cના સચોટ મૂલ્યાંકન જેટલું જ મહત્વપૂર્ણ પાસું બની ગયું છે.

તેની ટ્રેસેબિલિટી ઓરિજિન ચેક નેચરલ ડાયમંડ કોમ્યુનિટી માટે એક કોમ્પલિમેન્ટરી સર્વિસ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ સ્થિત સરીન ટેક્નોલોજીસના સીઇઓ ડેવિડ બ્લોકે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે આ સોલ્યુશન શોધી શકાય તેવા અને ટકાઉ સ્ત્રોતવાળા હીરાને અપનાવવામાં વધુ ઝડપી બનાવશે, ઘણા રસ ધરાવતા રિટેલરો આ સોલ્યુશન ઇચ્છતા હતા તેમજ તેમના વધુ માંગ ધરાવતા ગ્રાહકો માટે આંતરિક નિયંત્રણની કાયમ માટે ઉકેલ મેળવવા માંગતા હતા.