સરીનની ગેલેક્સી સિસ્ટમની મદદથી 2021માં 30 મિલિયન હીરાનું સ્કેનિંગ થયુ

DIAMOND TIMES – હીરાને સ્કેન કરવાની બાબતમાં સરીન ટેકનોલોજીસએ ખાસ ઉપલબ્ધિ મેળવી છે.સરીન ગેલેક્સી સિસ્ટમની મદદથી 2021માં 30 મિલિયન હીરા સ્કેન થયા હોવાની સરીને માહીતી આપી છે.ગત વર્ષ 2019 અને 2020 માં અનુક્રમે 18 અને 19 મિલિયન હીરાનું સ્કેનીંગ થયું હતું .

સરીન ગેલેક્સી સિસ્ટમમા સ્કેન થયેલા 30 મિલિયન હીરામાં ચોરોન ગ્રુપના 35.5 કેરેટ વજનના રફ હીરાનો પણ સમાવેશ થાય છે.આ હીરાને દુબઈ ખાતે સ્કેન કરીને સરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.કારણ કે આ અગાઉ ગેલેક્સી સિસ્ટમની મદદથી 286 કેરેટ વજનનો રફ હીરો સ્કેન થયો હતો.જ્યારે નાના હીરામાં ૦.૦13 કેરેટ વજનના હીરાનો સમાવેશ થાય છે.

અગ્રણી કંપની કિરણ જેમ્સએ જ્યારથી ગેલેક્સી ટેક્નોલોજી અપનાવી ત્યારથી અત્યાર સુધીમાં ૨૦ મિલિયનથી વધુ હીરાની ચકાસણી સાથે ગેલેક્સી સિસ્ટમનો ઉપયોગ કરનાર અન્ય કંપનીનોની તુલનાએ સૌથી વધુ હીરાની તપાસ કરનાર કંપની બની છે.

સરીનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેવિડ બ્લોકે કહ્યુ કે સરીનની ગેલેક્સી સિસ્ટમ તમામ સાઈઝ,ગુણવત્તા અને માર્કેટ સેગમેન્ટના રફ હીરાના પ્લાનિંગ સોલ્યુશનની સાથે સ્કેનિંગ માટે ખુબ ઝડપથી આગળ વધી રહી છે.અમને વિશ્વાસ છે કે અમારી નવી ટેકનોલોજીઓ હાઈ સ્પીડ રફ સ્કેનરને ખાણના સ્ત્રોત શોધવામાં અને આંતરિક ઇન્વેન્ટરી કંટ્રોલને વધુ સારું બનાવવા સક્ષમ છે.અમારા યુનિક ટ્રેસેબલ સોલ્યુશન – સરીન ડાયમંડ જર્ની અને અમારી AI-આધારિત ઇ-ગ્રેડિંગ ટેક્નોલોજી હાલમાં બેટા ટેસ્ટિંગમાં છે.જે અંતે હીરા ઉદ્યોગની કાર્યક્ષમતાને અને ગ્રાહકોના વિશ્વાસને વધારશે.