રફ હીરાની ટ્રેસેબિલિટી માટે સરીન ટેક્નોલૉજીએ વિકસાવેલી આ ઓટો સ્કેન સિસ્ટમ અત્યંત ઉપયોગી
DIAMOND TIMES – રફ હીરાની ટ્રેસેબિલિટી માટે સરીન ટેક્નોલૉજીએ ઓટો સ્કેન સિસ્ટમ લોંચ કરી છે.જે રફ હીરાના મોટા જથ્થામાં રહેલા દરેક રફ હીરાને ક્ષણભરમાં સ્કેન કરવાની ક્ષમતા ધરાવતી એક નવીન રોબોટિક સિસ્ટમ છે.આ નવી સરીન ઓટોસ્કેન સિસ્ટમ એ ડાયમંડ ટ્રેસિબિલિટીની માપનીયતાને યોગ્ય રીતે સક્ષમ કરવા માટે વૈશ્વિક હીરા ઉદ્યોગને એક શ્રેષ્ઠ ઉકેલ પૂરો પાડ્યો છે
આ નવી રોબોટિક સિસ્ટમની કામગીરી પણ બેજોડ છે.જેમા હીરાને સ્કેન કરવા માટે ઓપરેટરો માત્ર રફ હીરાના પાર્સલ માં એક નાનકડુ ઉપકરણ મુકવાનું હોય છે.ત્યારબાદ આ સિસ્ટમ પળવારમાં જ રફ હીરાના પાર્સલમાં રહેલા દરેક હીરાનું સચોટ રીતે સ્કેન કરી દરેક રફ હીરાના વજન સહીત તમામ જરૂરી ડેટા આપશે.
સરીન ઓટોસ્કેન સિસ્ટમ એ સંપૂર્ણ ટ્રેસેબિલિટી સોલ્યુશનનું એક મહત્વપૂર્ણ પગલું : સરીન ટેક્નોલોજીસના સીઈઓ ડેવિડ બ્લોક
સરીન ટેક્નોલોજીસના સીઈઓ ડેવિડ બ્લોકે આ નવીન રોબોટિક સિસ્ટમની કામગીરી અને ઉપયોગ અંગે માહીતી આપતા કહ્યું કે જરૂરીયાત એ આવિષ્કારની જનની છે. વર્તમાન સમયે હીરા ઉદ્યોગ માટે આ એક મહત્વની જરૂરીયાત હતી.
જેને ધ્યાનમાં રાખીને સરીન ટેક્નોલૉજીએ રફ હીરાના મોટા જથ્થાને એક સાથે સ્કેન કરવાની ક્ષમતા ધરાવતી એક નવીન રોબોટિક સિસ્ટમ વિકસાવી છે.આ સિસ્ટમ લોજિસ્ટિકલ સાયકલને અસર કર્યા વિના નાના કદના હીરા સહીત રફ હીરાના ખુબ મોટા જથ્થામાં રહેલા દરેક હીરાનું સ્કેનિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે ઉમેર્યુ કે સરીન ઓટોસ્કેન સિસ્ટમ એ અમારા સંપૂર્ણ ટ્રેસેબિલિટી સોલ્યુશનમાં એક મહત્વપૂર્ણ વધારાનું પગલું છે.જે તેના યુઝર્સને ઓછા ખર્ચે ઝડપથી વધુ સચોટ અને વ્યાપક રીતે રફ હીરાની ચકાસણી કરી શકાય તેવા ડેટાબેઝ સોલ્યુશન પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.