સરીન ટેકનોલોજીએ ઉત્તર અમેરિકાના જનરલ મેનેજર તરીકે મેથ્યુ ટ્રેટનરની નિમણુંક કરી

DIAMOND TIMES – સરીન ટેકનોલોજીએ ઉત્તર અમેરિકાના જનરલ મેનેજર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મેથ્યુ ટ્રેટનરની નિમણુંક કરી છે.તેઓ ન્યૂયોર્ક ખાતે આવેલી 47મી સ્ટ્રીટ સ્થિત ઈન્ટરનેશનલ જેમ ટાવરમાં આવેલી સરીનની ઓફીસમાં બેસીને કંપનીના રિટેલ બિઝનેસને આગળ વધારવાની કામગીરી સંભાળશે.

જ્વેલરી ઉદ્યોગમાં ટ્રેટનર લગભગ 20 વર્ષનો અનુભવ ધરાવે છે.આ ઉપરાંત તેમણે જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા (GIA)ખાતે વૈશ્વિક બિઝનેસ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.જેમા તેમણે ગ્રેડિંગ સંસ્થાના ડાયમંડ ઓરિજિન ટ્રેસેબિલિટી પ્રોગ્રામ માટે સુંદર કામગીરી કરી હતી.તેઓ અગ્રણી સંસ્થા ડાયમંડ કાઉન્સિલ ઓફ અમેરિકા (DCA) અને જ્વેલર્સ ઓફ અમેરિકા (JA) ના સભ્યપદ વેચાણના ડિરેક્ટર હતા.વધુમા તેમણે નેશનલ જ્વેલર મેગેઝિનમાં પ્રકાશકનું પદ સંભાળ્યું હતું.

સરીનના સીઇઓ ડેવિડ બ્લોકે જણાવ્યું હતું કે ટ્રેટનર યુએસ માર્કેટમાં સાધન પ્રદાતાની રિટેલ-લક્ષી તકનીકોને પ્રોપેલ કરવા સંપૂર્ણ ફિટ છે.આ પ્રોડક્ટ્સમાં સરીન ડાયમંડ જર્ની, ટ્રેસિબિલિટી પ્રોગ્રામ અને ઇગ્રેડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સેવાઓનો સમાવેશ થાય છે.જે હીરાનું મૂલ્યાંકન અને પ્રમાણિત કરવા માટે સક્ષમ બનાવે છે.સરીનનો મુખ્ય વ્યવસાય હીરા-કટિંગ અને રફ-સ્કેનિંગ માટેના ઉત્પાદન સાધનો વેંચવાનો રહ્યો છે,ત્યારે કંપનીએ તાજેતરના વર્ષોમાં રિટેલમાં વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.