લેબગ્રોનની સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારવા સરીને કન્સટેલ ગ્રૂપ સાથે ભાગીદારી કરી

800

DIAMOND TIMES – લેબગ્રોબ હીરાની સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે સરીન ટેકનોલોજી અને ડાયમંડ-ઉદ્યોગ કન્સલ્ટન્સી કન્સટેલ ગ્રૂપ વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે.કન્સેલના એક્ઝિક્યુટિવ ચેરમેન મૈર બાઉક્રીસએ મીડીયા અહેવાલમાં પ્રતિસાદ આપતા કહ્યુ કે સરીનની નવીન તકનીક લેબગ્રોબ હીરાની સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવા સાથે હીરાના મૂલ્યમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ કરવા નિમિત્ત બનશે.અમો આ પ્રગતિને તેજીથી વિકસિત ડાયમંડ માર્કેટમાં પહોંચાડવા માટે સમર્પિત છીએ.કન્સટેલ ગ્રૂપ રફ સોર્ટીંગ અને પોલિશિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે.ભારતમાં સ્થાપવામાં આવેલી આ કંપની હવે વિશ્વભરમાં 4,000 થી વધુ વ્યક્તિઓને નોકરી આપે છે.ઉલ્લેખનિય છે કે ઇઝરાયેલ બેઈઝ કંપની સરીન ટેકનોલોજી ભારતમાં હીરાના ઉત્પાદન ને ગ્રેડિંગ માટે અત્યંત આધુનિક મશીનરી સપ્લાય કરનાર એક અગ્રણી કંપની છે.

કન્સટેલ ગ્રૂપ અંગે પરિચય

હીરા ઉત્પાદનની પ્રક્રીયાની સુવિધામાં વધારો કરવાના આશ્ય સાથે કોન્સ્ટેલની સ્થાપના 1997 માં ભારતના વિશાખાપટ્ટનમમાં કરવામાં આવી હતી.તેની સ્થાપના પછી કન્સ્ટેલે તેના ગ્રાહકોને એકીકૃત,અસરકારક સેવા પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.કન્સેલ દરેક ક્લાયંટની આવશ્યકતાઓ મુજબ સેવા પ્રદાન કરે છે.કન્સટેલ આ હેતુ માટે નિપુણતાથી સજ્જ છે.