લગ્ન સિઝનમાં સુરતમાં 150 કિલો સોનાના દાગીનાનું વેચાણ

29

DIAMOND TIMES – દીવાળીના તહેવાર પછી લગ્ન સિઝનમાં સુરતમાં 150 કિલો સોનાના દાગીનાનું વેચાણ થયુ હોવાના અહેવાલ છે.કોરોના મહામારીના પગલે પાછલા બે વર્ષ દરમિયાન લગ્ન સમારોહ પર લાગેલા પ્રતિબંધના પગલે ચાલુ વર્ષે લગ્ન કરનાર યુગલોની સંખ્યા વધી છે.એક અંદાજ મુજબ સુરત અને સમસ્ત જિલ્લામાં 27 હજાર લગ્ન સંપન્ન થતા સોનાના દાગીનાની માંગમાં વધારો થયો હોવાના અહેવાલ છે.

દીવાળી બાદ લગ્નોની સિઝન સારી હોવાથી જ્વેલરી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરતના જ્વેલર્સોને સારો એવો બિઝનેસ મળ્યો છે.છેલ્લાં બે વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી બાદ એક મહિનામાં સૌથી વધારે બિઝનેસ મળ્યો છે.લગ્નોમાં ખાસ કરીને હેવી જ્વેલરીની વધારે ડિમાન્ડ રહે હોય છે.આ વર્ષે લગ્નોમાં ટેમ્પલ જ્વેલરી, ડાયમંડ સ્ટટેડ જ્વેલરી અને હવે લોકો લેબગ્રોન ડાયમંડને અપનાવતા થયા છે.લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં વીટી,ડાયમંડ સેટ અને ઈયરરિંગની પણ ડિમાન્ડ રહી હતી.

આ ઉપરાંત લોકો સુરક્ષિત રોકાણ માટે પણ સોનુ ખરીદી રહ્યાં છે.સુરતીઓ દ્વારા શેર માર્કેટ અને મ્યુચ્યુલ ફંડમાં રોકાણમાં વધારો થયો છે.પરંતુ આ બંને વિકલ્પો કરતાં સુરક્ષિત રોકાણ કરવું હોય તો લોકો સોનામાં રોકાણ કરતાં હોય છે.આ વર્ષે લોકો દ્વારા સોનાના રોકાણમાં વધારો થયો હતો.