DIAMOND TIMES – જીજેઇપીસી આયોજીત અને ભારતીય રત્ન અને જ્વેલરી ઉદ્યોગનો સૌથી પ્રખ્યાત IIJS પ્રીમિયર -2021 ફ્લેગશિપ શો આગામી તારીખ 15 થી 19 સપ્ટેમ્બર 2021 દરમિયાન પ્રથમ વખત બેંગ્લોરમાં યોજાનાર છે. કોરોના મહામારી અને લોકડાઉનના કારણે પાછલા વર્ષે ફીજીકલી સ્થગિત થયેલા ઇન્ડીયા ઇનટરનેશનલ જ્વેલરી- શો ની સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ આતુરતાથી રાહ જોઈ રહી છે.ભારતના અનેક રાજ્યો અને શહેરોમાથી આવતા ખરીદદારોને તેમની સોર્સિંગ જરૂરિયાતો પુર્ણ કરવામાં અને જ્વેલરી બિઝનેસને જરૂરી ટ્રેક્શન આપવામાં IIJS સક્ષમ નિવડે તેવી સહુ કોઇને અપેક્ષા છે.
જો કે ભારત સહીત સમગ્ર વિશ્વમાં હજુ પણ કોવિડનો ખતરો બરકરાર છે.જેને અનુલક્ષીને GJEPC સલામતિને પ્રાધાન્ય આપી ભાગ લેનાર તમામ પ્રદર્શકો અને મુલાકાતીઓની સલામતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી જ્વેલરી-શો માં સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવા તેમજ સલામતીનાં પગલાંનું પાલન માટે આયોજકો પ્રતિબધ્ધ છે.તદુપરાંત સાવચેતીના ભાગ રૂપે જીજેઇપીસીએ ઇ-બેજ પણ રજૂ કર્યું છે. જેમા સફળ ઓનલાઇન નોંધણી પૂર્ણ થયા પછી જીજેઇપીસીની એપ્લી કેશન પર એક્સેસ કરી શકાય છે.
કોવિડ-19 માર્ગદર્શિકા મુજબ કર્ણાટક સરકાર નીચે મુજબના ધારા ધોરણોનો અમલ કરાશે
– જેમણે રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેવા દરેક પ્રદર્શકો અને મુલાકાતીઓ માટે (RT-PCR ટેસ્ટ) નો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત છે.
– સરકારના ધારાધોરણ મુજબ દરેકે 3.25 ચોરસ મીટર સોસિયલ ડીસ્ટન્સ ફરજીયાત જાળવવાનું રહેશે.
– તમામ મુલાકાતીઓ- પ્રદર્શકોને કોવિડ-19 નિવારણ કીટ આપવામાં આવશે.
– કોવિડ-19 માટે ઝડપી પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ કરાશે.
– સ્થળ પર ડોકટર્સની ટીમ તેમજ આઇસોલેશન રૂમની સુવિધા
– દરેક હોલમાં ફર્સ્ટ એઇડ બૂથ અને ક્વીક રિસ્પોન્સ ટીમની હાજરી
– પ્રદર્શન વિસ્તારમાં સ્વચ્છતાનું ઉચ્ચતમ સ્તર જાળવવા કડક નિયમો
– પ્રવેશ સમયે ફરજિયાત થર્મલ સ્કેન અને હેન્ડ સેનિટેશન
