આર્થિક પ્રતિબંધને ખાળવા રશિયાની અગ્રણી VTB બેંકે હીરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા નાણા મંત્રાલયને દરખાસ્તો મોકલી

DIAMOND TIMES – વેદોમોસ્તી ન્યૂઝ ડેલીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વીટીબી બેંક બોર્ડના પ્રેસિડેન્ટ એન્ડ્રી કોસ્ટિને ડાયમંડ માઇન્સ અને બેંકોને કિંમતી સ્ટોનના વેચાણ પર વેટથી છૂટનો અધિકાર હોવાનું કહ્યું છે.તેમણે કહ્યું કે માત્ર વ્યક્તિઓ દ્વારા હીરાની ખરીદી અને વેચાણ પર જ નહીં પરંતુ બેંકો અને લોકોને ડાયમંડ માઇન્સ દ્વારા કિંમતી સ્ટોનના વેચાણ પર પણ વેટથી મુક્તિનો અધિકાર છે.

એન્ડ્રી કોસ્ટિને રશિયન મંત્રાલયને મોકલેલા એક પત્રમાં લખ્યું છે કે બેંકો માટે રશિયન હીરા કોઇ વ્યક્તિને વેચવાના સમયે ઝીરો વેટ દર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.આ ઉપરાંત કેટલાક મિત્ર દેશોની સૂચિમાં છે તેવા ભારત, ચીન, અને ઇઝરાયલ સહીતના દેશોમાં સ્વતંત્ર પ્રયોગ શાળાઓથી હીરાઓને પ્રમાણપત્રના ઉપયોગની પરવાનગી આપવી આવશ્યક છે.

વેદામોસ્તી અનુસાર કાયદો છુટક જ્વેલરીમાં હીરાની લેનદેન કરવા અનુમતિ આપે છે .રંતુ દેશમાં હીરામાં રોકાણ બજાર હજી વિકસિત થયું નથી. હીરાના વેચાણ અને ખરીદી માટેના વ્યવહારોમાં વેટની હાજરી છે. તેમજ રશિયન ધોરણો અનુસાર સ્ટોનનું પ્રમાણપત્ર, જે બજારના વિકાસને અવરોધે છે. અન્ય નકારાત્મક પરિબળ એ રશિયન ફેડરેશનમાં પ્રમાણમાં ઓછાં હીરા-ઉત્પાદન ક્ષમતાનું કારણ બન્યું છે.

વીટીબીના વડાએ જણાવ્યું હતું કે, મોટાભાગની હીરા ઉત્પાદન ક્ષમતા વિદેશમાં કેન્દ્રિત છે.આશરે 85% વૈશ્વિક હીરા ઉત્પાદન કામગીરી ભારતમાં હાથ ધરવામાં આવે છે.જ્યારે બજારના હિસ્સેદારોના મતે રશિયન હીરા ઉત્પાદકો ઉત્પાદન વિસ્તારવાની ક્ષમતા ધરાવે છે.

VTB ના અંદાજો અનુસાર આ પગલાં રશિયન નાગરિકો માટે વિદેશી ચલણના વિકલ્પ માટે વધારાના રોકાણ સાધનો બનાવશે અને રશિયન હીરાના સૌથી મોટા ઉત્પાદક અલરોઝા માટે રશિયન વિરોધી પ્રતિબંધોને ટેકો આપતા બિન-મૈત્રીપૂર્ણ દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે વધારાના વેચાણ બજારનું નિર્માણ કરશે.

અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની અગુરીવે એક પ્રતિનિધિ દ્વારા વેદોમોસ્ટીને જણાવ્યું હતું કે હીરા બજારનું ઉદારી કરણ ચલણના નિયંત્રણો અને નાણાકીય સાધનોની અસ્થિરતાના કારણે રોકાણ કરવા અને નાણાં બચાવવા માટે સાધનો શોધી રહેલા રશિયનોને વૈકલ્પિક ફિઝિકલ સંપત્તિ આપશે.

કંપની હીરા પરના વેટને સંભવિત રોકાણકારો માટે એક મુખ્ય અવરોધક માને છે. અગુરીવ એ હકીકત તરફ ધ્યાન દોરી રહ્યા છે કે ખાનગી ખરીદદારો માટે અલરોસા ડાયમંડ એક્સક્લુઝિવ પ્રોગ્રામમાં તેના રોકાણના હિસ્સામાં રસ અનેકગણો વધી ગયો છે.