રફ હીરાના ખાસ ત્રણ ઓક્શન દ્વારા અલરોઝાને કુલ 23.9 મિલિયન અમેરીકી ડોલરની આવક થઈ,ડિજિટલ હરાજીમાં 625 કેરેટ વજનના 30 લોટનો સમાવેશ થતો હતો.જેની બેલ્જિયમ, ભારત,ઇઝરાઇલ અને યુએઈની 14 કંપનીઓએ ખરીદી કરી હતી, જ્યારે એન્ટવર્પ હરાજીમાં બેલ્જિયમ, ભારત અને ઇઝરાઇલની 25 કંપનીઓએ 2200 કેરેટથી વધુ વજન ધરાવતા 132 લોટની ખરીદી કરી હતી.
DIAMOND TIMES – રશિયાની અગ્રણી રફ ઉત્પાદક કંપની અલરોઝા વિશ્વમાં વિવિધ સ્થળોએ અત્યાર સુધીમાં કુલ 99 સફળ રફ ઓક્શન આયોજીત કરી ચુકી છે.ત્યારબાદ અલરોઝા દુબઈમાં એલોરસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ખાતે 100 મું રફ ઓક્શન આયોજીત કરીને શાનદાર સેન્ચુરી ફટકારી છે.સફળતાનું સીમાચિહ્ન સ્થાપિત કરીને અલરોઝા દુબઈ રફ જ્યુબિલી ઓક્શનને ખાસ અને યાદગાર બનાવ્યુ હતુ.દુબઇ રફ ઓક્શનમાં 21.7 x 31.3 x 41.9 મીલિમીટર ડાયમેન્શન ધરાવતાં જેમ ક્વોલિટીનાં 242 કેરેટના મુલ્યવાન અને અત્યંત દુર્લભ ગણાતા ખાસ રફ હીરાને હરાજીમાં મુકવામાં આવ્યા હતા.જેને લઈને હીરા ઉદ્યોગમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.અલરોઝા રફ ઓકશનની 100મી એનિવર્સરીના સન્માનમાં દુબઈ રફ ઓક્શનમાં 242.31 કેરેટ,190.74 કેરેટ અને 136.21 કેરેટના વજનના ત્રણ હીરાનો સમાવેશ થાય છે.ઉપરાંત અન્ય પણ કેટલાક યુનિક રફ હીરા વેંચાણ અર્થે મુક્યા હતા.જેમા 100 કેરેટથી વધુ વજન ધરાવતા અન્ય કેટલાક રફ હીરાઓ પણ સામેલ હતા.રફ હીરાના ખાસ ત્રણ પૈકી પ્રથમ ખાસ જ્યુબિલી ઓક્શન દ્વારા 7.7 મિલિયન ડોલર,બીજા ડીઝીટલ ઓક્શન દ્વારા 5 5.5 મિલિયન ડોલર અને એન્ટવર્પમાં આયોજીત ત્રીજી હરાજી દ્વારા 10.7 મિલિયન ડોલરની આવક કરી છે.
ખરીદરારોનો ઉત્સાહ જોઇ ને આનંદ થયો :એલોરોસાના ડેપ્યુટી સીઈઓ એજેજેની એગ્યુરિવેએલોરોસાના ડેપ્યુટી સીઈઓ એજેજેની એગ્યુરિવે કહ્યુ કે રશિયન સરકારના કાયદાઓ મુજબ 50 કેરેટથી વધુ મોટા હીરાને સરકારી સંપતિ તરીકે મુલવણી કરવામાં આવે છે.આવા મુલ્યવાન અને દુર્લભ રત્નોને સરકારી તિજોરીમા રાખવામાં આવે છે,પરંતુ તેનુ ઓપન બજારમાં વેંચાણ કરી શકાતુ નથી. પરંતુ અલરોઝા રફ ઓક્શનની 100મી એનિવર્સરીના સન્માનમાં દુબઈ રફ ઓક્શનમાં ખાસ કેસ હેઠળ મોટી સાઈઝના હીરા વેચાણ માટે મુક્યા હતા.વર્ષ 2003માં મોસ્કો સ્થિત યુનાઇટેડ સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં પણ ખાસ કેસ હેઠળ અલરોઝાએ મોટા કદના હીરાની હરાજી કરી હતી. ત્યારબાદ દુબઈમાં મોટા હીરાની આ બીજી હરાજી હતી. દુબઈ ઓક્શનમાં દુર્લભ 242 કેરેટના રફ હીરાની સાથે 190.74 કેરેટ અને 136.21 કેરેટના અન્ય બે હીરા સહીત અન્ય કેટલાક હીરાઓ પ્રદર્શન કમ વેચાણ માટે મુકવામા આવ્યા હતા.