અલરોઝાના રફ હીરા નહી ખરીદવાનો રશિયન નાણાં મંત્રાલયનો નિર્ણય

939

DIAMOND TIMES – રશિયાની ખાણ કંપની અલરોઝાના રફ હીરા નહી ખરીદવાનો રશિયન નાણાં મંત્રાલયએ નિર્ણય લીધો છે.રશિયાના નાયબ નાણાં પ્રધાન એલેક્સી મોઇસેવએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે વર્તમાન સમયમાં રફ હીરાની વૈશ્વિક માંગ છે.જેને અનુલક્ષીને હાલમાં સરકારને રફ હીરા ખરીદવાની જરૂરીયાત રહેતી નહી હોવાથી ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

રશિયાના નાયબ નાણાં પ્રધાન એલેક્સી મોઇસેવએ વધુમાં કહ્યુ કે રફ ડાયમંડ માર્કેટમાં છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં ખૂબ જ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.હજુ પણ રફ માર્કેટ ગતિશીલ છે.પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ કેવી રહેશે તેનો કોઈને અંદાજ નથી. આ નિર્ણય વર્તમાન સમયની પરિસ્થિતિને આધિન કરવામાં આવ્યો છે.પરંતુ જો ભવિષ્યમાં રફ હીરાને ખરીદવાની જરૂરીયાત ઉભી થશે તો એ માટે સરકાર પુન: નિર્ણય કરી શકે છે.તેમણે ભુતકાળને યાદ કરતા કહ્યુ કે ગત વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં રફ હીરાનું વેચાણ ઘટીને શૂન્ય થઈ ગયું હતું.ત્યારે રફની ખરીદીના મુદ્દા પર ચર્ચા થઈ હતી.પરંતુ હાલની બજારની પરિસ્થિતિ જોતા અમને અલરોજા પાસેથી રફ હીરાને ખરીદવાની જરૂર નથી જણાતી.