રફ હીરા પર પ્રતિબંધ મુકવાની હીલચાલ અંગે રશિયાની તીખી પ્રતિક્રીયા : કહ્યું આ માત્ર એક રાજકારણથી પ્રેરિત પગલું

DIAMOND TIMES : રશિયા દ્વારા યુક્રેન પર થયેલા આક્રમણમાં રશિયાના હીરાની આવકનો ઉપયોગ થતો હોવાના આરોપોને ફગાવી દઈ આ પ્રકારના આરોપો કરનાર અમેરીકા અને તેના સાથી દેશોની રશિયન નાણા મંત્રાલયે ઝાટકણી કાઢી છે

. રશિયન નાણા મંત્રાલયે આ મુદ્દે KP ને અપીલ કરતા કહ્યું છે કે કિમ્બર્લી પ્રક્રિયા દ્વારા આવા આક્ષેપો ને ગેરકાયદેસર ઠેરવવા જોઈએ.કારણ કે રશિયા હંમેશા કિમ્બર્લી પ્રક્રિયામાં એક જવાબદાર સહભાગી રહ્યું છે એ વાત ક્યારેય નહી ભુલવી જોઇએ.

રશિયન નાણા મંત્રાલયે કહ્યું કે રફ હીરાના કારોબારમાં મળતી ડિવિડન્ડની આવક રશિયાના દૂર પૂર્વમાં આવેલા યાકુટિયામાં વસતા સમુદાયના વિકાસની કરોડરજ્જુ છે.નોંધનિય છે કે રશિયામાથી થતા કુલ રફ હીરાના ઉત્પાદન પૈકી યાકુતિમાં 90 ટકા રફ હીરાનું ઉત્પાદન થાય છે.

તાજેતરમાં બોત્સ્વાનામાં KP સિવિલ સોસાયટીની મળેલી ઇન્ટરસેસનલ મીટીંગમાં યુક્રેન,એયુ,અમેરીકા સહીતના કેટલાક KP સભ્ય દેશોના પ્રતિનિધીઓની સંઘર્ષ હીરાની વ્યાખ્યાને વિસ્તૃત કરવા અને રશિયાના હીરા પર પ્રતિબંધ મુકવા હીમાયત કરી હતી.

જેનો રશિયા,ચીન, ઓસ્ટ્રેલિયા બેલારુસ,સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR) અને કિર્ગિઝ્સ્તાને વિરોધ કર્યો હતો.આ મુદ્દે રશિઆએ આક્ષેપ કરતા કહ્યું કે અમેરીકા અને તેના સાથી દેશો દ્વારા ભરવામાં આવેલું આ પગલુ રાજકીય કાવતરૂ છે અને તે KPની મર્યાદાની બહાર છે.

રશિયન નાણા મંત્રાલયે નિવેદનમાં કહ્યુ કે રશિયન ફેડરેશન KPCSCના સંગઠિત પ્રયાસોને સંપૂર્ણપણે વખોડે છે.જેને કેટલાક પશ્ચિમી સહભાગીઓના સંપૂર્ણ લઘુમતી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.કિમ્બર્લી પ્રક્રિયાના કાર્યને ઇરાદા પૂર્વક વિકૃત કરીને અથવા તો ખુલ્લેઆમ તેના મૂળભૂત સિદ્ધાંતોને બદલીને રાજકીયકરણ કરવાનો આ એક હીન પ્રયાસ છે.