DIAMOND TIMES – રશિયા અને બેલ્જિયમે કિમ્બર્લી પ્રક્રિયા (KP) પ્રમાણપત્રોના ઇલેક્ટ્રોનિક વિનિમય પર સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે.રશિયાની ફેડરલ કસ્ટમ્સ સર્વિસ અને બેલ્જિયમની ફેડરલ પબ્લિક સર્વિસ ઇકોનોમીએ કેપી પ્લેનરી સત્રની બેઠક દરમિયાન આ સમજુતિ થઈ છે.
રશિયા અને બેલ્જિયમ વચ્ચે થયેલા આ મેમોરેન્ડમમાં હીરાની આયાત-નિકાસ અને ડેટા પ્રોસેસિંગને મંજૂરી મળતા બેલ્જિયમના બિઝનેસ પાર્ટનર્સ એવા યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાં હીરાના કારોબારને વેગ મળશે.ઉલ્લેખનિય છે કે ગત કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન રશિયા દ્વારા થયેલી હીરાની કુલ નિકાસમાં બેલ્જિયમનો 51 ટકાનો જંગી હિસ્સો હતો.બીજી તરફ એન્ટવર્પ સ્થિત બેલ્જિયમ ડાયમંડ ટ્રેડ સેન્ટરના માધ્યમથી હીરાની થયેલી કુલ નિકાસમાં યુરોપિયન યુનિયનના સભ્ય દેશોનો 95%થી વધુનો હિસ્સો રહ્યો હતો.
કેપી અધ્યક્ષ અને રશિયાના નાયબ નાણા પ્રધાન એલેક્સી વી. મોઇસેવએ કહ્યુ કે IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કાયદાને ધ્યાન માં લેતા રશિયન ફેડરેશનનું નાણા મંત્રાલય સમગ્ર યુનિયનમાં પ્રોજેક્ટને સ્કેલ કરવાની યોજના ધરાવે છે.2021માં રશિયાએ ભારત,UAE સહીત અન્ય મુખ્ય ભાગીદારો સાથે સમાન ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટ્સ શરૂ કરવા પર ચર્ચા કરી છે.હવે તેનો વ્યવહારુ અમલ આવતા વર્ષે શરૂ કરવાની યોજના છે.કેપી પ્રમાણપત્રોના ડિજિટલ વિનિમયની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે.વધુમાં, ડિજિટલ દસ્તાવેજો હીરાના દરેક શિપમેન્ટની કાયદેસરતાની ચાવી છે . રશિયાએ હંમેશા વૈશ્વિક હીરાના વેપારમાં નિખાલસતાના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી છે.