સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ ટ્રાન્સફર અંગેના નિયમો જાહેર કરાયા

90

DIAMOND TIMES -હીરા નગરી સુરતની સુરત બદલવા સક્ષમ અત્યંત મહાત્વાકાક્ષી પ્રોજેક્ટ અને વિશ્વના સહુથી મોટા હીરા બજાર સુરત ડાયમંડ બુર્સમાં મેનેજીંગ કમિટી દ્વારા ઓફીસ ટ્રાન્સફર અંગેના નિયમો જાહેર કરાયા છે.જે મુજબ આગામી તારીખ 9 નવેમ્બર-2021થી ઓફીસ ટ્રાન્સફર ફી વસૂલવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ ધરાવતા સભ્યોને એક પરિપત્ર દ્વારા આ અંગે વિગતવાર માહીતી સાથે જાણ કરવામાં આવી છે.જે મુજબ કોઇ સભ્યના પ્રથમ ચાર હપ્તા કે તેનું વ્યાજ ભરપાઈ કરવાનું બાકી હશે તે સભ્ય ઓફીસ ટ્રાન્સફર કરી શકશે નહી.ઉપરાંત કોઇ સભ્ય 9 નવેમ્બર-2021 પછી ઓફીસ ટ્રાન્સફાર કરશે પ્રતિ સ્કવેર ફીટ રૂપિયા 10 લેખે ટ્રાન્સફર ફી,નામ કમી કરવા કે ઉમેરવા પ્રતિ સ્કવેર ફીટ રૂપિયા 10,પ્રતિ ટુ વ્હીલર 1000 રૂપિયા જ્યારે પ્રતિ ફોર વ્હીલર 2000 રૂપિયા વસુલવામાં આવશે.જ્યારે ટ્રાન્સફર ફી પર 18% GST અલગથી વસૂલવામાં આવશે.