2.00 થી 2.99 કેરેટ વજનના ખાસ ક્વોલિટીના હીરાની માંગ અને ભાવમાં વધુ મજબુતાઈ
DIAMOND TIMES -ગત માર્ચ મહીના દરમિયાન રાઉન્ડ કટ અને ફેન્સી હીરાના કારોબારમાં મુવમેન્ટ જોવા મળી હતી.જેના કારણે રાઉન્ડ કટ અને ફેન્સી એમ બંને પ્રકારના હીરાના ભાવ અને ડીમાન્ડમાં વધારો થયો હોવાના મજબુત સંકેત જોવા મળી રહ્યા છે. ગત માર્ચ મહીના દરમિયાન વૈશ્વિક હીરા બજારની સકારાત્મક ગતિવિધીના કારણે ગત ફેબ્રુઆરી મહીનામાં રાઉન્ડ હીરાની માંગ અને ભાવમા જોવા મળેલી નબળાઈને સરભર કરવાની માર્ચ મહીનાએ એક મોટી તક ઉપલબ્ધ કરાવી છે.
માર્કેટ રિપોર્ટ મુજબ ગત માર્ચ મહીના દરમિયાન વૈશ્વિક બજારમાં મોટા ભાગના રાઉન્ડ હીરાના કારોબારમાં મુવમેન્ટ રહી હતી.ખાસ કરીને 0.18 થી 0.29 કેરેટ તેમજ 0.50થી 0.69 કેરેટ વજનના નાની સાઈઝના રાઉન્ડ હીરાની માંગ રહી હતી.પરંતુ 2.00 થી 2.99 કેરેટ વજનના ખાસ ક્વોલિટીના હીરાની માંગ અને ભાવમાં વધુ મજબુતાઈ જોવા મળી હતી.જ્યારે તેની સરખામણીઈ 1.00 કેરેટથી 1.24 કેરેટ વજન ધરાવતા હીરાની માંગ અને ભાવમાં નરમાઈ રહી હતી.