DIAMOND TIMES- રફ હીરાની સારી ડિમાન્ડ વચ્ચે આફ્રીકન દેશ ઘાનાની એક માત્ર રફ માઇનિંગનું ઉત્પાદન કરતી કંપનીએ ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘાના કન્સોલિટેટેડ ડાયમંડને વર્ષ 2011માં જોસ્પોન્ગ ગ્રુપ ઓફ કંપનીઝ વેસ્ટ કલેક્શન દ્વારા ખરીદવામાં આવી હતી. એ સમયે ધાનાની સરકાર અને જોસ્પોન્ગ ગ્રુપ ઓફ કંપનીઝ વેસ્ટ કલેક્શન વચ્ચે આગામી પાંચ વર્ષોમાં 100 કરોડ રૂપિયાના રોકાણ અને વાર્ષિક 1 મિલિયન કેરેટ હીરા ઉત્પાદનની સાથે 2000 લોકોને રોજગાર આપવા માટેના કરાર થયા હતા.જેને પુર્ણ કરવામાં જોસ્પોન્ગ ગ્રુપ ઓફ કંપનીઝ વેસ્ટ કલેક્શન નિષ્ફળ નિવડતા ઘાનાની હીરાની ખાણમાં ઉત્પાદન બંધ કરવાનું પગલુ ભરવામાં આવ્યુ છે.
વર્ષ 2019 માં ઘાના કન્સોલિટેટેડ ડાયમંડ કંપનીને સરકાર હસ્તક લઈને ખાણમાં કામ કરતા કામદારોનો પગાર કરવામાં આવ્યો હતો.ચેમ્બર ઓફ માઇન્સનું કહેવુ છે કે ઘાનાએ ગત વર્ષ 2020 દરમિયાન માત્ર 25292 કેરેટ હીરાનું ઉત્પાદન અને વેંચાણ કર્યુ હતુ.જે વર્ષ 2019માં થયેલા 33789 કેરેટ રફ ઉત્પાદન અને વેંચાણની તુલનાએ 25 ટકાથી પણ ઓછુ છે.
ઉલ્લેખનિય છે કે ઘાનાનો માઇનિંગ ઉદ્યોગ દેશના કુલ જીડીપીના 5 ટકા જ્યારે ખનિજોની કુલ નિકાસમાં 37 ટકા હિસ્સો ધરાવે છે.ધાનામાથી ઉત્પાદીત થતા હીરા સહીતના કુલ ખનિજની નિકાસમાં 90 ટકાથી પણ વધુ ગોલ્ડનો ફાળો છે. આમ ઘાના ખાણકામ અને ખનિજો વિકાસ ઉદ્યોગનું મુખ્ય ધ્યાન સોના પર કેન્દ્રિત રહે છે.ઘાના આફ્રિકાનો સૌથી મોટો સોનાનો ઉત્પાદક દેશ છે.