ડીબિયર્સની જાન્યુઆરીની સાઈટમાં રફના ભાવમાં વૃદ્ધિની અપેક્ષા : પોલિશ્ડ હીરાના ભાવ પણ મજબુત

24

DIAMOND TIMES –નાતાલની રજાની મજા માણી યુએસ અને યુરોપિયન ડીલર્સ ધીમે ધીમે પાછા ફરી રહ્યાં છે. કોવિડ-19 ઓમિક્રોન સ્ટ્રેઈનના ઝડપી ફેલાવાના કારણે આંતર રાષ્ટ્રીય મુસાફરી સહીતના પ્રતિબંધો વધુ કડક બન્યા છે.જો કે પોલીશ્ડ હીરાના ભાવ સપોર્ટેડ છે.તૈયાર હીરાના પુરવઠાની અછત અને રફના ઊંચા ભાવ થી બજાર પ્રભાવિત છે.આવા માહોલ વચ્ચે અનેક ડીલર્સોએ વેકેશન લંબાવી દીધુ છે.

ડિસેમ્બરમાં1 કેરેટ વજનની આસપાસના તૈયાર હીરાના ભાવમાં રેપોરેટે 5.3 ટકાનો વધારો દર્શાવ્યો છે.જ્વેલર્સ અને ડીલર્સને તહેવારોની સફળ સિઝન પછી ઇન્વેન્ટરી ભરવા પુરવઠાની જરૂર છે.આગામી 17-21 જાન્યુ.દરમિયાન ડીબિયર્સની સાઈટ છે.તેમા સંભવિત રફ હીરાના ભાવમાં વધારો થવાની અપેક્ષાઓ છે.પહેલી ફેબ્રુઆરીએ આવનારા ચાઇનીઝ નવા વર્ષ માટે કારોબારીઓ સારી અપેક્ષાઓ રાખી રહ્યાં છે.

ફેન્સી હીરાનું બજાર મજબૂત છે.તમામ કદના ફેન્સી હીરાની સારી માંગ છે.1.20 થી 3.99 કેરેટ વજનના F-J, VS-SI કેટેગરીના હીરા સૌથી હોટ ફેવરીટ છે.જો કે તેમાં પુરવઠાની ભારે અછત છે.0.30 થી 0.99 કેરેટ વજનના ફેન્સી હીરા ની કિંમતો પણ મજબુતાઈ તરફ છે.ફેન્સી આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો નોંધાયો છે.ઓવલ કટ,પિયર્સ,એમરાલ્ડ ,પ્રિન્સેસ,લોંગ રેડિયન્ટ્સ અને માર્ક્વિઝની માંગ ટોચ પર છે.મોટા કદના અને ઉત્તમ કટ તથા ગુણવત્તા ધરાવતા હીરાના ભાવમાં પ્રિમિયમ બોલાઈ રહ્યાં છે.

અમેરીકામાં તહેવારોની સિઝન ધમાકેદાર રહ્યાં પછી બજારમાં હકારાત્મક માહોલ છે.નવેમ્બર-ડિસેમ્બર-2021માં લેબગ્રોન હીરાના દાગીનાનું જંગી વેચાણ થયુ છે.પોલિશ્ડ હીરાના ભાવમાં થયેલા વધારાના કારણે ટ્રેડીંગ શાંત છે.પરંતુ ભાવ વધારાના આ આંચકાને બજારે પચાવી લીધો છે.મોટા ભાગના સપ્લાયર્સ તૈયાર અને રફ હીરાના ભાવમાં હજુ પણ વધારો થવાની અપેક્ષા રાખતા હોવાથી માલ પકડી રાખ્યો છે.

વેકેશનના પગલે બેલ્જિયમના હીરા બજારો શાંત છે.આગામી 10 જાન્યુઆરીએ બજારો ફરી ખુલવાની અપેક્ષાઓ છે. ઓમિક્રોનના કારણે બજારના કામકાજ મર્યાદિત છે.કારોબારીઓએ ઓનલાઈન ટ્રેડિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ઇઝરાયેલમાં પણ કોવિડ -19 ના રેકોર્ડ કેસ જોવા મળતાં ત્યાં પણ ટ્રેડીંગ શાંત છે.જો કે કેટલાક સપ્લાયર્સએ ચાઇનીઝ નવા વર્ષના ઓર્ડર પુર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.અમેરીકાની બજારો તરફથી માંગ વધતા વિતેલા વર્ષ 2021માં વર્ષ-2019ની તુલનાએ 54 ટકાના વધારા સાથે કુલ 3.65 બિલિયન ડોલરના હીરાની ઈઝરાયેલે નિકાસ કરી છે.

યુએસ અને યુરોપમાં નવા વર્ષ અને નાતાલના વેકેશનના પગલે બજારો બંધ રહેતા ભારતના હીરા બજારોમાં ટ્રેડીંગ શાંત છે.પરંતુ વેકેશન પુર્ણ થતા બજાર ફરીથી ગતિ પકડશે તેવો હકારાત્મક માહોલ અને આશાવાદ છે.રફ હીરાના પુરવઠાની અછત અને તૈયાર હીરામાં ભાવ વધવાની અપેક્ષાએ માલ પકડી રાખતા ટ્રેડીંગ કામકાજ ધીમા પડ્યા છે.

હોંગકોંગમાં પણ ભારત જેવી જ સ્થિતિ વચ્ચે વેપાર શાંત છે.1 કેરેટ ની સાઈઝમાં F-J, VS-SI, 3X કેટેગરીના હીરાની સ્થિર માંગ છે.જો કે નાની સાઈઝના હીરામાં પણ મુવમેન્ટ ઓછી છે.ઓમિક્રોનના ફેલાવાના પગલે સરકારે નિયંત્રણ કડક બનાવતા વેપાર પ્રવૃત્તિઓને અસર થઈ છે.ચીન સહીત વિદેશી મુસાફરોના અભાવ વચ્ચે હોંગકોંગમાં રિટેલ કારોબાર નબળું છે.