રફના ભાવ વધારાએ નફાનું ધોવાણ કરતા હીરા ઉધોગની તેજી મૃગજળ સમાન

824
અહેવાલ : રાકેશ બોદરા – માર્કેટ ન્યુઝ 

DIAMOND TIMES- ગત તારીખ 15 મે પછી 15 હજાર અંદરની રેન્જમાં તૈયાર હીરાના ભાવમાં લગભગ 15 ટકા જેટલા ભાવ વધારો થયો છે.પરંતુ બીજી તરફ તૈયાર હીરાની તુલનાએ રફ હિરામાં 20 ટકાના ભાવ વધારાથી નફાનું ધોવાણ થતા મોટાભાગના ઉદ્યોગકારો માટે હીરા ઉધોગની તેજી મૃગજળ સમાન નિવડી છે.

કારખાનામાં રત્નકલાકારો અને ઓફીસ સ્ટાફની તંગી વચ્ચે તૈયાર હીરાની કોસ્ટિંગમાં પણ વધારો થયો છે.કારીગરોના અભાવે મજૂરી દર પણ વધારવા પડ્યા છે.તો રફ હીરાની અછતના કારણે વેપારીઓ ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરવા મજબૂર બન્યા છે.વળી વર્કીંગ કેપિટલની ખેંચ અને બજારની અસ્થિર ચાલ વચ્ચે વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્યોગકારો માલ સાચવવા તૈયાર નથી.જો તૈયાર હીરાના ભાવ તૂટશે તો ઘણું નુકશાન સહન કરવું પડશે એવી ભીતી વચ્ચે ઉદ્યોગ કારો -વેપારીઓ તૈયાર હીરા તરતજ વેચવાની નીતિ અપનાવી કામ કરી રહ્યા છે.આમ તૈયાર હીરામાં ભાવ વધારો થયો હોવા છતા પણ ઉદ્યોગકારોનો નફો ઘટ્યો છે.ઉલ્લેખનિય છે કે 22000 ઉપરની રેન્જમાં કોઈ ભાવ વધારો નહી થતા આ કેટેગરીના હીરા તૈયાર કરનાર કારખાનેદારો માટે તો હીરા ઉદ્યોગની તેજી માત્ર એક સુ:ખદ સ્વપ્નથી વિશેષ કાઈ નથી.આવા કારખાનેદારોના ભાગે તો કારીગરોના અભાવે વધારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.