હથોડી વડે ડિસ્પ્લે કેસ તોડી લૂંટારુઓ 2 મિલિયન ડોલરની 100 એંગેજમેન્ટ રિંગ્સ લૂંટી ગયા

31

DIAMOND TIMES : ન્યુ યોર્કના બ્રુક્લીનમાં એક સ્ટોરમાં હીરાની એન્જજમેન્ટ રિંગ્સ ડિસ્પ્લે કેસોને તોડીને ધાડપાડુઓ 2 મિલિયન ડોલરના દાગીના લઈને ભાગી ગયા હોવાની ઘટના ઘટિત થતા પોલીસ દોડતી થઈ છે.

અહેવાલ અનુસાર, લૂંટારુઓએ સ્ટોરમાં હાજર એક કર્મચારીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. જો કે તેમની પાસે કોઈ બંદૂક દેખાઈ ન હતી. સ્ટાફ અને ગ્રાહકોને શારીરિક રીતે કોઈ ઇજા થઇ ન હતી, પરંતુ તેઓને આઘાત લાગ્યો હતો.

પાર્ક સ્લોપમાં ફેસેટ્સ ફાઈન જ્વેલરીના માલિક ઈરિના સુલેએ એક માણસને અંદર ઘૂસતા જોયો જેને બે અન્ય લોકો ફોલો કરી રહ્યા હતા. તેણીએ કહ્યું, તે વ્યક્તિ તેના પોકેટ પાસે પહોંચ્યો અને તેણે તરત જ હથોડા મારવાનું શરૂ કર્યું.

આ ટોળકીએ લગભગ 100 રિંગ લૂંટી હતી લીધી હતી અને માત્ર 38 સેકન્ડમાં દરોડો પૂરો કર્યો હતો. સુલેએ કહ્યું કે તેણી અને તેના તમામ મહિલા સ્ટાફ સુરક્ષા ગાર્ડની ભરતી કરશે. તેણીએ આ આશામાં સર્વેલન્સ ફૂટેજ શેર કર્યા છે કે તે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવશે.