IIJS પ્રીમિયરના પ્રમોશન માટે દીલ્હીમાં રોડ – શો

654

DIAMOND TIMES – IIJS પ્રીમિયર 2021, એશિયાના અગ્રણી જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ એક્ઝિબિશન આગામી તારીખ 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.આગામી વર્ષ 2022 મા નિર્ધારીત કરેલા 42 અબજ ડોલરના રત્ન અને જ્વેલરી નિકાસ લક્ષ્યને હાંસલ કરવામાં IIJS પ્રીમિયર ટ્રેડ શો અત્યંત મહત્વપુર્ણ સાબિત થશે.આ બાબતને ધ્યાનમાં રાખી તેના પ્રમોશન માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે સાથે મળીને નવી દિલ્હી ખાતે IIJS પ્રીમિયર 2021 રોડ શો નું આયોજન કર્યું હતું. તેમાં દિલ્હી અને તેની અસપાસના શહેરોના અગ્રણી જ્વેલરી રિટેલર્સ,ઉત્પાદકો અને વેપાર સંગઠનોની ભાગીદારી જોવા મળી હતી.

નવી દિલ્હી ખાતે આયોજીત થયેલા રોડ શોમાં શ્રી સુરેશ કુમાર(જોયન્ટ સેક્રેટરી,વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય) કોલિન શાહ,(ચેરમેન, GJEPC) વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ શ્રી સોમસુંદરમ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઝવેરીઓને સંબોધતા શ્રી સુરેશ કુમારે કહ્યુ કે આગામી નાણાકીય વર્ષ-2022માં રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટે 42 અબજ ડોલરનું નિકાસ લક્ષ્ય છે. ઉદ્યોગની વર્તમાન નિકાસ ગતિને ધ્યાનમાં લેતા મને વિશ્વાસ છે કે ઉદ્યોગ તેને હાંસલ કરી શકશે.

GJEPC ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક નોંધ સાથે થઈ છે.વર્ષ 2019 માં પ્રથમ ક્વાર્ટર દરમિયાન રૂપિયા 24881.52 કરોડની નિકાસ થઈ હતી તેની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષમાં રૂપિયા 67265.66 કરોડની નિકાસ થઈ છે.જે 8.46 ટકાનો વધારો દર્શાવે છે.આગામી તહેવારોની સીઝનને અનુલક્ષીને વર્તમાન સમયમાં ઝવેરીઓએ માટે યોગ્ય માલ ભરવાની તક છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ રિટેલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સિદ્ધાંતો (RGIPs) માર્ગદર્શિકા લોંચ કરી

GJEPC ની સહયોગી ભાગીદાર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ધ રિટેલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સિદ્ધાંતો (RGIPs)થી પ્રેરિત ‘સ્વર્ણ આદર્શ અભિયાન’ શરૂ કર્યું છે.આ અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના પ્રાદેશિક સીઇઓ સોમસુંદરમે કહ્યુ કે આ સિદ્ધાંતો વૈશ્વિક રિટેલ ગોલ્ડ માર્કેટમાં પ્રોડક્ટ પ્રોવાઇડર્સ માટે બાર નક્કી કરવા અને રિટેલ રોકાણકારોને સોનામાં વિશ્વાસ મૂકવા માટે પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે. RGIPs તમામ પ્રકારના રિટેલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના રોકાણકારો માટે ઉચ્ચ સ્તરીય શ્રેષ્ઠ પ્રેક્ટિસ સિદ્ધાંતો પ્રદાન કરી પારદર્શિતાની ખાતરી આપશે.જેનાથી ગ્રાહકો અને ઉત્પાદન પ્રદાતાઓને સમાન રીતે ફાયદો થશે તેમજ ઝવેરાતના મૂલ્ય અને માંગમાં વધારો થશે.