લેબગ્રોન હીરા માટે ખાસ ધારાધોરણ સુનિશ્ચિત કરવાનો રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલનો નિર્ણય

699

DIAMOND TIMES – જ્વેલરીમાં વપરાતી દરેક સામગ્રી માટે સંપૂર્ણ ડિસ્કલોઝરની શ્રેષ્ઠ પધ્ધતિ પ્રસ્થાપિત કરવાના ભાગરૂપે લેબગ્રોન હીરા માટે પણ ખાસ ધારા ધોરણ સુનિશ્ચિત કરવાની રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC) નામની સંસ્થાએ જાહેરાત કરી છે.

લેબગ્રોન હીરા માટે ધારાધોરણ સુનિશ્ચિત કરવાની જરૂરીયાત અંગે રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલનું માનવુ છે કે કુદરતી ઉત્પાદનોની તુલનાએ લેબગ્રોન હીરા અલગ પ્રકારની રિસ્ક પ્રોફાઇલ ધરાવે છે.આ બાબતને ધ્યાને રાખી લેબગ્રોન હીરા માટે અલગ આરજેસી કોડ ઓફ પ્રેક્ટિસની આવશ્યકતા ઉભી થઈ છે.

જો કે લેબગ્રોન હીરા માટે નવા સ્ટાન્ડર્ડ એટલે કે ધારાધોરણને અંતિમ સ્વરૂપ આપતા અગાઉ રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ સ્ટાન્ડર્ડ-સેટિંગ કોડ ઓફ ગુડ પ્રેક્ટિસને અનુસરીને દરેક સાથે પરામર્શ અને સમીક્ષા સુનિશ્ચિત કરશે.જેમા લેબગ્રોન હીરાના ઉત્પાદનથી લઈને ચેઈનની દરેક કડીમાં સમાવિષ્ટ કારોબારીઓને સાથે રાખીને અત્યંત પારદર્શક રીતે જાહેર પરામર્શ પ્રક્રિયાને અનુસરશે.ઉલ્લેખનિય છે કે આરજેસી દ્વારા સ્થાપિત મલ્ટી-સ્ટેક હોલ્ડર સ્ટાન્ડર્ડ્સ કમિટી દ્વારા આ સંપુણ પરામર્શ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવનાર છે.

આરજેસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઇરિસ વેન ડેર વેકેને કહ્યુ કે લેબગ્રોન હીરા માટે ખાસ ધારાધોરણ સુનિશ્ચિત કરવી એ આરજેસીની એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પહેલ છે.આ સમગ્ર પ્રક્રીયા તમામ પ્રકારની જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના સ્ત્રોત,તેના ઉત્પાદન અને માર્કેટિંગની ખાતરી માટે RJC પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ ધારાધોરણથી ઉત્પાદકો-રિટેલરોને મજબૂત માળખું પૂરું પડાશે જેનાથી ગ્રાહકોના વિશ્વાસમાં વધારો થશે.

ઉપરાંત ગ્લોબલ જ્વેલરી ઉદ્યોગ અને ગ્રાહકોને આશ્વાસન મળશે કે જ્વેલરીમાં વપરાતી તમામ સામગ્રીના જવાબદાર સ્ત્રોતની જાણકારીની કામગીરી માટે લેબગ્રોન (LGMs)ઉત્પાદકો, વિક્રેતાઓ ગ્રાહકોના લાભ માટે RJCની વિશ્વસનીય અને પારદર્શક પ્રક્રિયાઓનું સખત રીતે પાલન કરી રહ્યાં છે.

RJC ના ​​અધ્યક્ષ ડેવિડ બુફાર્ડે કહ્યું કે RJCની સ્થાપનાનો હેતુ જ્વેલરી અને વોચ ઇન્ડસ્ટ્રીઝને વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે.લેબગ્રોન હીરા પ્રત્યે ગ્રાહકોની વધતી જતી જાગૃતિને અનુરૂપ અમે સહુ સાથે મળીને અત્યંત પાર્દર્શક રીતે ધારાધોરણો સુનિશ્ચિત કરવા પ્રતિબધ્ધ છીએ.

જેનાથી લેબગ્રોન હીરા અને રત્નો પ્રત્યે ગ્રાહકનો વિશ્વાસ વધારવામાં મદદ મળશે.લેબગ્રોન હીરાના ઉત્પાદન અને વેંચાણ માટે સ્પષ્ટ અને સુસંગત અભિગમનો ઉપયોગ કરીને લેબગ્રોન ઉદ્યોગ માટે ફ્રેમવર્ક વિકસાવવા અને વૈશ્વિક ધારાધોરણો ઘડવા એક સંસ્થા તરીકે નવી પહેલ કરી રહ્યા છીએ.