DIAMOND TIMES – સોનાની કિંમતોમાં થયેલા ઘટાડાના કારણે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને ફાયદો મળવાના શુભ સંકેતો મળી રહ્યા છે.આગામી સમયગાળો તહેવારોનો છે.તેને ધ્યાનમાં લેતા સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ઘટી 48500 આસપાસ ક્વોટ થઇ રહી છે.જે રેકોર્ડ સ્તર રૂપિય 58000થી સરેરાશ 17 ટકા નીચે ક્વોટ થઇ રહી છે.વર્તમાન સમયે બજારમાં સુધારાના કોઇ સંકેતો જણાતા નથી.જેના કારણે નવરાત્રી,દશેરા અને દીવાળીના તહેવારોમાં જ્વેલરીની ખરીદીમાં મોટા પાયે ગ્રોથ જોવાશે.ઉપરાંત ચોમાસું સારૂ રહેવાથી જ્વેલરીમાં ગ્રામ્ય વિસ્તારોની માગ પણ ખુલે તેવો આશાવાદ છે.
સોનામાં રોકાણ કરવાનો બેસ્ટ સમય : દીપકભાઈ ચોક્સી
ડી.ખુશાલભાઈ જ્વેલર્સના દીપકભાઈ ચોક્સીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે વર્તમાન સમય સોનામાં રોકાણ કરવાનો બેસ્ટ ટાઈમ છે. નવરાત્રી , દશેરા , દીવાળી,આગામી લગ્નગાળાની સિઝન તેમજ સારા ચોમાસાના પગલે સોનાની માંગઅને કીંમતોમાં વૃદ્ધિ થવાના પુરેપુરા સંજોગો છે.વૈશ્વિક પરિબળો પણ સોનાની કીંમત વધવાના સંકેતો આપે છે.કોરોના મહામારી પછી ભારતિય અર્થતંત્રમાં ગતિ આવી છે.સુરતના સ્થાનિક ઉદ્યોગની વાત કરીએ તો કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝડપી રીકવરી કરી રહ્યુ છે.વર્તમાન સમયે પણ જ્વેલરીમાં ખુબ સારી માંગ છે.