માંગ અને કીંમતો વધવાનો રફ કંપની ડાયામકોરને વિશ્વાસ

852

DIAMOND TIMES – ગત જુલાઈ અને ઓગસ્ટ મહીના દરમિયાન રફ કંપની ડાયામકોર દ્વારા ત્રણ રફ ટેન્ડર થકી 1 મિલિયન ડોલરનો વકરો કર્યો હતો.આ ટેન્ડરમાં રફ હીરાની માંગ અને કીંમતો અપેક્ષાથી વધુ મળી હતી. મીડીયા અહેવાલ મુજબ ડાયામકોરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના વેનેટીયા વિસ્તારની ક્રોન-એન્ડોરા ડાયમંડ ડિપોઝિટમાંથી પ્રાપ્ત 4330 કેરેટ રફ હીરાનું તેમણે ટેન્ડર દ્વારા વેંચાણ કર્યુ હતુ.જેમા 10.8 કેરેટથી પણ વધુ વજન ધરાવતા કેટલાક ખાસ કદના રફ હીરાનો સમાવેશ થાય છે.

આગામી મહિનાઓમાં પણ રફ હીરાની કીંમતો અને વેચાણમાં સંભવિત વધારાની રાહ જોઈ રહ્યા છીએ : ડાયામકોરના સીઈઓ ડીન ટેલર

ડાયામકોરના સીઈઓ ડીન ટેલરે જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટર દરમિયાન મજબૂત માંગ અને કીંમત વચ્ચે રફ હીરાના વેંચાણ થકી પ્રાપ્ત આવકથી અમે ખુશ છીએ. અમે આગામી મહિના ઓમાં પણ રફ હીરાની કીંમતો વેચાણમાં સંભવિત વધારાની રાહ જોઈ રહ્યા છીએ.હવે અંતિમ તબક્કામાં અપગ્રેડ્સ અને પ્રોસેસિંગ કાર્યને 100 ટકા સુધીની ક્ષમતાએ વધારવાનું અમારૂ લક્ષ્ય છે.

જુલાઈ-2021માં ડાયામકોર દ્વારા યોજવામાં આવેલા બે રફ ટેન્ડરમાં પ્રતિ કેરેટ 174 ડોલરની સરેરાશ કિંમતે 1560 કેરેટ હીરાના વેચાણ થકી 271,509 અમેરીકી ડોલરનો વકરો થયો હતો.તો બીજા ટેન્ડરમાં પ્રતિ કેરેટ 331 ડોલરની સરેરાશ કિંમતે 1429 કેરેટના વેચાણ થકી 472,576 અમેરીકી ડોલરનો વેપાર થયો હતો . જ્યારે ઓગસ્ટ 2021 માં આયોજીત ત્રીજા ટેન્ડરમાં પ્રતિ કેરેટ 225 ડોલરની સરેરાશ કિંમતે 1341 કેરેટ રફ હીરાના વેચાણ થકી 301,813 અમેરીકી ડોલર પ્રાપ્ત કર્યા હતા.