માર્કેટ રિપોર્ટ : રાઉન્ડ કટ હીરાની કીંમતોમાં વૃદ્ધિ

621
પસંદગીની કેટેગરીમાં રાઉન્ડ કટ હીરાની કીંમતોમાં વૃદ્ધિની સાથે બેલ્જિયમથી થતી હીરાની નિકાસમાં 161 ટકાના વધારા સાથે 555 મિલિયન ડોલર થઈ છે. જ્યારે રફ હીરાની આયાત 362 ટકાના વધારા સાથે 664 મિલિયન ડોલર થઈ છે.

DIAMOND TIMES – અમેરીકામા ઉનાળૂ વેકેશનના પગલે પોલિશ્ડ ટ્રેડિંગ થોડુ ધીમું છે,પરંતુ વેકેશનને લઈને બજાર અત્યંત આશાવાદી છે. તૈયાર હીરાની સ્થિર માંગ વચ્ચે પુરવઠાની અછત અને રફ હીરાના ભાવમાં વધારો થતા આ તમામ પરિબળો પોલિશ્ડ હીરાના ભાવોને ટેકો આપી રહ્યા છે.ગત જુન મહીનામાં 1 કેરેટ વજનના હીરાના રેપોરેટમાં 2.7 ટકાનો વધારો થયો છે. ભારતની હીરા હીમેન્યુફેકચરીંગ કંપનીઓ ઉત્પાદન વધારવાના મુડમાં છે.પરંતુ ડીબીઅર્સની આગામી 12 જુલાઈની સાઈટ સહીત અન્ય રફ કંપનીઓ દ્વારા રફની કીંમતમાં સંભવિત ભાવ વધારાની ચિંતા સતાવે છે  ક્રીમ્બર્લી પ્રોસેસ રિપોર્ટ મુજબ ગત વર્ષ 2020 દરમિયાન વૈશ્વિક રફ ઉત્પાદનમાં જથ્થાની દ્રષ્ટ્રીએ 23 ટકાના ઘટાડા સાથે 107.1 મિલિયન કેરેટ થયુ છે.તો મુલ્યની દ્રષ્ટ્રીએ 32 ટકાના ઘટાડા સાથે 9.24 બિલિયન ડોલર થયુ છે. રફ હીરા ની સરેરાશ પ્રાઈઝમાં 12 ટકાના ઘટાડા સાથે પ્રતિ કેરેટ એવરેજ પ્રાઈઝ 86 ડોલર રહી છે.

ફેન્સી માર્કેટ : ફેન્સી માર્કેટ ખુબ જ સકારાત્મક છે.માલની અછત વચ્ચે સતત વધતી જતી ફેન્સી હીરાની માંગના પગલે તમામ કેટેગરીમાં મોટાભાગનાં ફેન્સી હીરાની કેટેગરીમાં કિંમતો મજબૂત છે. અમેરીકામાં ફેન્સી હીરા જડીત સગાઈની રીંગના વેંચાણમાં સતત વધારાના પગલે ઓવલ કટ, પિયર્સ કટ, એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં પણ વધારો થયો છે. એક્સેલન્ટ કટના પસંદગીની કેટેગરીના ફેન્સી હીરાના ભાવમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.અમેરીકાની સાથે ચીનના બજારની માંગથી બજાર વધુ મજબુત છે.

અમેરીકાના બજારો : એક તરફ જુલાઈમાં 4 સપ્તાહના પરંપરાગત ઉનાળૂ વેકેશનના કારણે ન્યૂયોર્કમાં ટ્રેડીંગ ધીમું છે . પરંતુ બીજી તરફ હીરા અને ઝવેરાતની માંગ સ્થિર રહેતાં વેપારીઓ ભારે ઉત્સાહિત છે.પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી ના પગલે ઓર્ડર પુર્ણ કરવામાં કારોબારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.એક થી બે કેરેટ વજનના G-J VS-I1 કેટેગરીના હીરામાં માંગ જળવાઈ રહી છે. મોટાભાગના કારોબારીઓ ખરીદીમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.

બેલ્જિયમના બજારો : અમેરીકા અને ચીનના બજારો તરફથી તૈયાર હીરાની માંગમા સતત વૃદ્ધિના પગલે હીરાની મોટાભાગની કેટેગરીમાં સ્થિર માંગ છે.એન્ટવર્પમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો ફરીથી આવતા થયા છે. માલના પુરવઠાની અછત વચ્ચે જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (જીઆઈએ) દ્વારા હીરાના સર્ટીફાઈડમાં માલના ભરાવાના કારણે થતા વિલંબથી વેપારીઓ હતાશ છે.આ ઉપરાંત તૈયાર હીરાની કીંમતો જળવાઈ રહેશે કે કેમ તે બાબતની પણ કારોબારીઓને ચિંતા સતાવી રહી છે . આગામી સપ્તાહના ડી બીઅર્સ અને એલોરોસાની સાઈટ અગાઉ જ રફ માર્કેટ મજબૂત છે.

ઇઝરાયેલના બજારો : અમેરીકાના બજારોની માંગના પગલે વિદેશના ઓર્ડર પુર્ણ કરવા વેપારીઓ યોગ્ય માલ શોધી રહ્યા છે. અમેરીકાના બજાર તરફથી મજબુત માંગની સાથે હવે યુરોપિયન દેશોની બજારોમાં થયેલા સુધારાના પગલે સ્ટોકમાં પડેલા હલકી ગુણવત્તાના હીરાનું પણ વેંચાણ થઈ રહ્યુ છે. જો કે મોટાભાગના વેપારીઓને ફેન્સી હીરાના કારોબારમાં વધુ રૂચિ દાખવી રહ્યા છે. 1 કેરેટની સાઈઝમાં G-J, VS-SI, તેમજ રેપસ્પેક A3+ હીરાની નક્કર માંગ છે. રફ સેક્ટરમાં મિશ્રિત મૂડ વચ્ચે આગામી દીવસોમાં રફની કીંમતોને લઈને ચિંતા સતાવી રહી છે. આમ છતા ઈઝરાયેલના હીરા ઉદ્યોગમા સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે.

ભારતના બજારો : યુએસ અને ચીનની માંગ મજબૂત હોવાના કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. 1 કેરેટની સાઈઝના G-J, VS2-I1 કેટેગરીના રાઉન્ડ કટ હીરામાં વેપારીઓ – ખરીદદારો રસ દાખવી રહ્યા છે.અમેરીકા- યુરોપ સહીત ચીન અને મધ્યપુર્વના દેશોની મજબૂત માંગને સંતોષવા કારખાનામાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. ફેન્સી કટ હીરા ની માંગ અને કીંમતોમાં સારી રીતે વધારો થઈ રહ્યો છે.રફની ઉંચી કીંમત અને કોરોના મહામારીના પગલે સુરતનો હીરા ઉદ્યોગમાં તેની પુર્ણક્ષમતા સાથે ઉત્પાદન લઈ શકતુ નથી.તો વિવિધ જેમોલોજીકલ લેબમાં હીરાના સર્ટીફાઈડ માટે માલના ભરાવાના કારણે ગ્રેડિંગ સબમિશનમાં વિલંબ થાય છે.

હોંગકોંગના બજારો : કોરોના મહામારી પર કાબુ આવી જતા અગાઉની સરખામણીએ સ્થિતિ વધુ સારી થઈ રહી છે. કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધ પછી આ મહીનાના અંતમા ચીન સાથે કારોબાર ફરીથી શરૂ થવાની આશા છે. ઉપરાંત વિદેશી પ્રયટકો પણ હોંગકોંગની મુલાકાત લેતા થાય તેવી પણ સંભાવનઓ છે. ચીનના ઝવેરીઓ દ્વારા હીરા અને ઝવેરાતની માંગ વધારવા પ્રમોશન અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. 0.30 થી 0.80,D-J, VS-SI, 3X ડાયમંડની નક્કર માંગ છે.