અંગોલાની સરકારી કંપની એન્ડિયામાં અને રિયોટિન્ટો વચ્ચે નવી ખાણ વિકસાવવા માટે થઈ ભાગીદારી

60

DIAMOND TIMES -ઓસ્ટ્રેલિયાની રફ કંપની રિયો ટિન્ટો અને અંગોલા સરકારની રફ કંપની એન્ડિયામાં વચ્ચે ભાગીદારી થઈ છે.આ સંયુક્ત સાહસમાં રિયો ટિન્ટોનો 75 ટકા હિસ્સો છે.આ કંપની અંગોલામાં રફ હીરાનું શોધ-સંશોધન અને ખાણકામ કરશે.રિયોટિન્ટોના પ્રવક્તાએ કહ્યુ કે આ ભાગીદારી અંગોલાના લુંડા સુલ પ્રદેશમાં આવેલી ચિરી કિમ્બર લાઈટ પર કેન્દ્રિત છે.35 વર્ષના કરાર આધારીત સંયુક્ત સાહસના પ્રથમ તબક્કામાં 75 ટકા હિસ્સો રિયોટિન્ટોનો છે.જ્યારે 25 ટકા હિસ્સો એંગોલા ની સરકારી કંપની એન્ડિયામાનો છે.

અંગોલાની સરકારી કંપની એન્ડિયામાના સીઈઓ જોસે મેન્યુઅલ ઓગસ્ટોએ કહ્યુ કે અંગોલાના લુંડા સુલ પ્રદેશમાં આવેલી ચિરી કિમ્બરલાઈટમાં ચાલુ વર્ષથી જ ખાણ વિકસાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.આગામી વર્ષ 2024 સુધીમાં ખાણ સ્થાપિત થઈ જાય તેવી શક્યતા છે.જો કે ખાણમાથી રફ હીરાનું કેટલુ ઉત્પાદન થશે તે અંગે અત્યારે કોઇ અંદાજ લગાવવો અશક્ય હોવાનું તેમણે જણાવ્યુ હતુ.

શુ છે ચિરી કિમ્બર લાઈટ ?
વર્ષ 2018માં અગ્રણી ન્યુઝ એજન્સી રોઇટર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે સુલ પ્રદેશમાં આવેલી ચિરી કિમ્બરલાઈટ અંગોલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોસે એડ્યુઆર્ડો ડોસ સાન્તોસની પુત્રી ઇસાબેલ ડોસ સાન્તોસની સંપત્તિ છે.અંગોલા સરકારે તેના પર અધિકાર કરી આ સંપતિમાં ભાગીદારી કરવા વિદેશી રોકાણકારોને ઓફર ઓફર કરવાનું શરૂ કર્યું હતુ.બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ખાણ કંપની રિયો ટિન્ટો ઘણા સમયથી આફ્રિકામાં હીરાની ખાણ વિકસાવવા નવી તકો શોધી રહી હતી.આમ પરસ્પર બંનેની જરૂરીયાત સંતોષાતા આ ભાગીદારી અસ્તિત્વમાં આવી હતી.